fbpx
ગુજરાત

સુરતમાં ૬ વર્ષ પછી પતિએ બીજા લગ્ન કરી લેતાં પત્નીનો આપઘાતનો પ્રયાસ

સુરતના વેસુ વિસ્તારમાં એક મહિલાએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પતિએ ૪ દિવસ પહેલા બીજા લગ્ન કરી લીધા છે. મહિલાનું ૬ વર્ષ સુધી લગ્ન જીવન ચાલતું હતું અને બે બાળકો પણ છે. પતિ પત્નીને હેરાન કરતો અને મારા મારી કરતો હોવાનો આરોપ છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા પાલિકાના આવાસમાં મૂળ નેપાળની મહિલા સંગીતા સોની પરિવાર સાથે રહે છે. પતિ ગોવિંદ સોની પરિવારનું ગુજરાન ચલાવે છે. ૬ વર્ષ પહેલાં તેણે લગ્ન કર્યા હતા. લગ્નજીવનમાં સંતાનમાં બે દીકરા છે.

ખુશીથી છેલ્લા ૬ વર્ષથી લગ્ન જીવન ચાલતું હતું. પરંતુ આત્મહત્યાના મામલે યુવતીએ જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા ઘરની નજીકમાં જ રહેતી યુવતી સાથે પતિએ બીજા લગ્ન કરી લીધા હતા. જેની જાણ થતાં ફિનાઇલની બોટલ લઈને વેસુ ખાતે આવેલા જલારામ મંદિર ખાતે પહોંચી હતી. મંદિરના પાછળના ભાગે મહિલાએ આખી ફિનાઇલની બોટલ પી ગઈ હતી. આ અંગે લોકોને જાણ થતાં ૧૦૮માં સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પતિ અને સાસરિયાં વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી મહિલાને તાત્કાલિક દાખલ કરી દેવામાં આવી હતી. સારવારમાં રહેલી મહિલાએ પતિ, સાસરિયાં અને તેની બીજી પત્ની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. જેમાં જણાવ્યું કે મને રાખવાની મનાઈ કરે છે અને મને મારવા આવે છે. મને માર મારી કપડાં પણ ફાડી નાખ્યા હતા, મને જીવવા નથી દેતા. હું બે બાળકો સાથે ક્યાં જાવ. મને ટોર્ચર કરવામાં આવી રહી છે. બંને બાળકો સાથે મરી જઈશ. મારી સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કરવા જાેઈતા હતા. પતિએ આવીને કહ્યું કે બીજા લગ્ન કરી લીધા છે. હું મારી માતાના ઘરે હતી, ત્યાં પણ મને રહેવા ન દીધી.

Follow Me:

Related Posts