અમરેલી

આજરોજ આંતરરાષ્ટ્રીય પ્રખર રામાયણી કથાકાર પૂજ્ય મોરારી બાપુ સાવરકુંડલા રેલવે સ્ટેશન પધારેલ. એક આમ ઇન્સાન તરીકે સાવરકુંડલા શહેરના રેલવે સ્ટેશન પધાર્યા  ઉપસ્થિત લોકોને આશીર્વાદ આપ્યા. દિલ ઢૂઢતા હૈ ફિર વો હી ફુરસદ કે રાતદિન. 

આવી અલભ્ય પળો તો જીવનમાં જવલ્લે જ જોવા મળે. જેને સાંભળવા લાખોની મેદની હકડેઠઠ જામતી હોય. જેના દર્શનની એક ઝલક જોવા માટે પણ લોકો તલસી રહ્યા હોય એવાં આંતરરાષ્ટ્રીય પ્રખર રામાયણી કથાકાર પૂ. મોરારી બાપુ આજરોજ સાવરકુંડલા શહેરનાં રેલવે સ્ટેશન પર અચાનક  એક આમ મુસાફરોની માફક રેલવે સ્ટેશને પધારેલ. લગભગ આજે બપોરના ૧૨-૩૦ થી ૧૩-૪૫ સમયના આળેગાળે પૂજ્ય મોરારી બાપુ સાવરકુંડલા શહેરના રેલવે સ્ટેશન સાવરકુંડલા થી મહુવા ટ્રેનમાં જવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી કર્યા વગરનો કાર્યક્રમનાં સમાચાર મળતાં સમાચાર શહેરનાં દર્શનાર્થીઓ પૂ. બાપુના દર્શનનો લ્હાવો લેવા વિશાળ સંખ્યામાં   ઊમટી પડ્યા હતી. જેમાં માનવમંદિરના સંત શ્રી ભક્તિરામબાપુ, દિનુબાપુ, આ તકે સાવરકુંડલા શહેરના જાણીતા કવિ ભરત વિંઝુડા, એસ. બી. આઈ. લાઈફના મેનેજર ધવલભાઈ જાની રાજકીય આગેવાન વિરલભાઈ વાળા, મનોજભાઈ વેગડા બળવંતભાઈ મહેતા તથા રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ આ અલભ્ય ક્ષણોના સાક્ષી હતાં.

Related Posts