બાબરા તાલુકાના ધરાઇ ગામની સીમમાં જુગાર રમતા દસ ઇસમોને રોકડ રકમકિ.રૂ.૪૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ બાબરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે બાબરા તાલુકાના ધરાઇ ગામની સીમમાં મંદીરના માર્ગ તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા દસ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી,પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-
(૧) વિમલભાઇ હર્ષદભાઇ સેજપાલ, ઉ.વ.૪૨, રહે.અમરેલી, ચિતલ રોડ, રૂપાયતન સ્કુલ સામે, તા.જિ.અમરેલી. (૨) હુસેનભાઇ ઈસ્માલભાઇ સોલંકી, ઉ.વ.૭૬, રહે.અમરેલી, બહારપરા, મંડોરા શેરી, તા.જિ.અમરેલી, (૫) નિરવભાઇ વિજયભાઈ જોષી, ઉં.વ.૩૨, રહે.અમરેલી, સહજાનંદનગર, હનુમાનપરા રોડ, તા.જિ.અમરેલી. (૭) પ્રવિણભાઇ બાબુભાઇ તૈરચા, ઉ.વ.૩૫, રહે.અમરેલી, બ્રાહ્મણ સોસાયટી, ચિતલ રોડ, તા.જિ.અમરેલી. (૮) નાજભાઇ વલ્કુભાઇ વાળા,ઉ.વ.૪૩,રહે.અમરેલી,હનુમાનપરા રોડ,સહજાનંદનગર સોસાયટી, તા.જિ.અમરેલી.
(૩) આરીફભાઇ હાજીભાઈ પરમાર, ઉ.વ.૪૨, રહે.અમરેલી, ચાંદની ચોક, તા.જિ.અમરેલી.
(૪) સલીમભાઇ હુસેનભાઇ સોલંકી, ઉ.વ.૫૨, રહે.અમરેલી, બહારપરા, મંડોરા શેરી, તા.જિ.અમરેલી.
(૬) સુજીતભાઇ ધીરૂભાઇ ધાધલ, ઉ.વ.૨૩,રહે,અમરેલી, હનુમાનપરા, સત્યનારાયણ સોસાયટી, તા.જિ.અમરેલી,
(૯) ઓઘડભાઇ મગનભાઇ તેરવાડીયા, ઉ.વ.૩૪, રહે.ધરાઇ, તા.બાબરા, જિ.અમરેલી, (૧૦) કેતનભાઇ હેમાભાઇ ગોહિલ, ઉ.વ.૩૩, રહે.ધરાઇ, તા.બાબરા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૪૩,૮૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૪૩,૮૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. રાહુલભાઈ ચાવડા, મનિષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો. કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments