આગામી તા.૧૪ અને ૧૫ નાં રોજ ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર ભાદરવી અમાસનાં મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ કામોને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આ લોકમેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જરૂરી પગાલાઓ લેવામાં આવી રહ્યાં છે.
મેળા માટે ફાયર ફાઇટરની વ્યવસ્થા, મેળાનાં સ્થળે મોબાઇલ ટોઇલેટ, જરૂરી પાર્કિંગની વ્યવસ્થા, રેસ્ક્યુ ટીમની તૈનાતી, સતત પેટ્રોલીંગ, જરૂરી બેરીકેડિંગ, એસ.ટી. બસ, લાઇટ તથા માઇકની વ્યવસ્થા, બચાવ કામગીરી માટે બોટની વ્યવસ્થા, મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થાઓ સુસજ્જ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોનાં અધિકારીઓને મેળા દરમ્યાન જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
Recent Comments