અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં સમાવેશ પામતા અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ જનરલ હોસ્પિટલ કેમ્પસમાંથી પસાર થતા લોકો માટેના મુખ્ય માર્ગ સમા રસ્તાની બિસ્માર હાલત હોવાથી તેના નવીનીકરણની ખાસ જરૂરિયાત હતી. શહેર અને જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ હોવાના નાતે અહીં આરોગ્ય સેવાનો લાભ લેવા રોજ સેંકડો દર્દીઓની આવનજાવન રહેતી હોય છે.ઘણા લાંબા સમયથી આ રસ્તાની હાલત બિસ્માર હોવાથી એનું નવીનીકરણ કરવાની લોકમાંગ ઊઠી હતી. જેથી અમરેલી વિસ્તારના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ સરકારમાં તાકીદે આ રસ્તાનું નવીનીકરણ કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અનુસંધાને સરકાર દ્વારા લોકો માટેના આ જાહેર રસ્તાના નવીનીકરણ માટે રૂપિયા 1 કરોડ 25 લાખ જેવી રકમ મંજૂર કરતા ટૂંક જ સમયમાં સરકારના આરોગ્ય વિભાગ હસ્તક પી.આઈ.યુ. દ્વારા આ રસ્તાના નવીનીકરણનું કામ હાથ ધરાશે એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
જનરલ હોસ્પિટલ અમરેલી સંકુલમાંથી પસાર થતા લોકો માટેના જાહેર રસ્તાના નવીનીકરણ માટે 1 કરોડ પચ્ચીસ લાખ મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા


















Recent Comments