શ્રાવણ માસમાં શિવજીની પાલખીયાત્રાનો ૨૫ કરતાં વધારે વર્ષનો ક્રમ અવિરત જાળવી રાખતું રૂદ્રગણ.શ્રી રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતેથી ભગવાન ભોળાનાથની ભવ્ય પાલખી યાત્રા યોજવામાં આવી
સાવરકુંડલાના હજારો શિવભક્તોના આરાધ્ય એવા શ્રી રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રુદ્ર ગણ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથને પાખીમાં બિરાજમાન કરી શ્રી રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિર ખાતેથી આ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મંદિરના પુજારીઓ, ભાવિક ભક્તો હોશભેર જોડાયા હતા. આ પાલખી યાત્રામાં સાવરકુંડલાના બાળકો અને યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આ પાલખી યાત્રા માં ઢોેલ અને ડીજેના સથવારે વાજતે ગાજતે, નાચતા-કૂદતા સાવરકુંડલાની શેરીઓમાંને ગલીઓમાં પસાર થયા હતા. આ ભવ્ય પાલખી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલ હતી. સાવરકુંડલા શહેરની ધર્મપ્રેમી જનતાએ આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. એમ નીકુંજ મહેતાની એક યાદીમાં જણાવાયું હતું.
Recent Comments