fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત શાસક પક્ષ નેતા તરીકે સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્યા જનકબેન કરસનભાઈ આલની નિમણૂંકને આવકાર..

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાની સૂચનાથી સાવરકુંડલા નગરપાલિકામાં અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક થઈ જેમાં પક્ષના નેતા તરીકે જનકબેન કરસનભાઈ આલની નિમણૂંક કરવામાં આવેલ જે અનુસંધાને સાવરકુંડલા ખોડલધામ સમાધાન સમિતિના પ્રમુખ તેમજ સાવરકુંડલા ડાયમંડ ક્ષેત્રના અગ્રણી એવા સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ શ્રી કરસનભાઈ ડોબરીયા, વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડા, બળવંત મહેતા તેમજ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા કરસનભાઈ આલને શુભેચ્છા પાઠવવામાં આવેલ સાવરકુંડલાના વિકાસ માટે નિમિત બનો તેવી શુભેચ્છા આપવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે કરસનભાઈ આલ એક સમયે કરસનભાઈ ડોબરીયાના કારખાને હીરાનું કામ કરતા હતા આ કારખાને કામ કરી સમાજ સેવા કરતા કરતા પોતાની રાજકીય કારકિર્દી બનાવી છે ખુબ સરળ અને સાદા સેવાભાવી કરસનભાઈની સેવા નોંધનીય છે.

Follow Me:

Related Posts