અમરેલી

વંડા તથા પિયાવા ખાતે, ૨૦૦ થી વધારે ગ્રામજનોની હાજરીમાં, ગ્રામજનો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુસર સાયબર ક્રાઈમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરતી અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ ટીમ.

અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ અવેરનેસ ફેલાવવા તથા સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અંગે જરૂરી પરિણામ લક્ષી કામગીરી કરી લોકોને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ અવેરનેસ ફેલાવવા તથા સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અંગે જરૂરી સુચના આપેલ હોય જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.પ્રસાદ  તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર  જે.એમ.કડછા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી ચાવડા – સાયબર ક્રાઇમ પો .સ્ટે. અમરેલી નાઓએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી લોકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવેલ છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન-અમરેલી દ્વારા તા ૧૪/૦૯/૨૦૨૩ના રોજ વડા ગ્રામ પંચાયત તથા પિયાવા ગ્રામ પંચાયત ખાતે ૨૦૦ થી વધારે ગામજનોની હાજરીમાં, આજકાલ લોકો સાથે વિવિધ રીતે થતા સાયબર ક્રાઇમ ફ્રોડ, જેવા કે સ્ક્રીન શેરિંગ એપ, ઓટીપી. ફ્રોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક, ન્યુડ વિડીયો કોલ, આર્મીમેન નું નામ ધારણ કરવું જેવી વિવિધ તરકીબો થી લોકો ભોગ બનતા હોય છે જે અંગે ગ્રામજનોને સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુસર સાયબર ક્રાઈમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ.

Related Posts