શ્રીમતિ વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ – સાવરકુંડલામાં “મહેંદી સ્પર્ધા”યોજાય…
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત , શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં આજ રોજ “મહેંદી સ્પર્ધાનું ” આયોજન કરવામાં આવ્યું હતું .તેમાં કુલ ૨૭ બહેનોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમે પથ્થર નંદના દ્વિતિય ક્રમે બેલીમ મુસ્કાન અને ઉનાગર દૃષ્ટિ તથા તૃતિય ક્રમે દુધાત શ્રધ્ધા અને ચૌહાણ જહાન્વી રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે કોલેજના અધ્યાપક ડો. હરિતાબેન જોશી અને ભાવનગરના મહેંદી આર્ટીસ્ટ ફરહીનબહેન નમુડિયાએ સેવા આપી હતી. સ્પર્ધાનું આયોજન પ્રા. ડો.રૂકસનાબહેન કુરેશીએ કર્યું હતું. તમામ સ્પર્ધકોને કૉલેજના પ્રિન્સિપાલ ચાવડા સાહેબે શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં આ વ્યવસાયમાં પ્રગતિ કરી રોજગારીની ઉજળી તકોની ચર્ચા કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીનીઓએ જહેમત ઊઠાવી હતી.
Recent Comments