fbpx
ગુજરાત

અમદાવાદનાં ખાડિયા વિસ્તારમાં યુવાન પર બુટલેગર અને તેના સાગરીતોએ બેઝ બોલના દંડાથી હુમલો કર્યો

અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં બુટલેગરોની દાદાગીરી વધી રહી છે. અહીં એક યુવાન પર બુટલેગરે અને તેના બે માણસોએ બેઝબોલના દંડા વડે માર માર્યો હતો. આ શખ્સોએ યુવાનને પોલીસનો માણસ કહીને અરજીઓ કરતા હોવાનો આરોપ મૂકીને બબાલ કરી હતી. ઝઘડો કરતા સમયે તેણે ખાડિયાના પીઆઇ અને વહીવટદારો પણ તેનું કાંઇ નહિ કરે તેમ કહીને તે ત્યાંથી ફરાર થતાં ખાડિયા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની હકીકત અનુસાર સારંગપુરની પંડીતજીની પોળમાં રહેતા પારીતોષભાઇ રાવલ ટ્રાવેલ એજન્સીનું કામ કરે છે.

બે દિવસ પહેલા તેઓ પોળના નાકે બેઠા હતા ત્યારે રાકેશ રાઠોડ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. રાકેશે પારીતોષભાઇને તમે લોકો વિરૂધ્ધ ખોટી અરજીઓ કરી ખંડણી ઉઘરાવો છો, મનહર લોધા વિરૂધ્ધ પણ અરજી કરી હતી અને તું પોલીસનો માણસ છે કહીને બબાલ શરૂ કરી હતી. બાદમાં મારા પ્રત્યે દ્વેશભાવ રાખીને વિજીલન્સ અને ક્રાઇમ વાળા પાસે દારૂની રેડ કરાવી હતી તેમ કહીને આરોપીએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

ઉશ્કેરાયેલા રાકેશ રાઠોડે ફોન કરીને જીગો અને કાનો નામના તેના બે માણસોને બોલાવ્યા હતા. જેથી પારિતોષભાઇ પોલીસને ફોન કરવા જતા તેમનો ફોન ફેંકી દઇ તોડી નાખ્યો હતો. ત્યાં આરોપી રાકેશે પોલીસ મારા ખિસ્સામાં છે, ખાડિયા પીઆઇ વહીવટદારો તો મારા ખાસ મિત્ર છે, આ મારા સાહેબ મારૂં કંઇ નહિ બગાડી શકે અને મારા સાહેબ જ તને સીધો દોર કરશે, તને રાયપુર ખાડિયા નહિ પણ દુનિયા છોડાવી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts