દામનગર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું
દામનગર સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તા.૧૭ ના રોજ આયુષ્માન ભવઃ અભિયાન ના ભાગ રૂપે દામનગર સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું. થેલેસેમિયા, સિકલ સેલ એનીમિયા અને લોહ તત્વ ની ઉણપ ને લીધે થતા ઘણા ગંભીર રોગો માં દર્દીઓ ને વારંવાર લોહી ચડાવવાની જરૂરત પડતી હોય છે. ઉપરાંત, જોખમી સગર્ભા ને પ્રસુતિ સમયે પણ લોહીની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. એક્સિડન્ટ ને લીધે થતી ઈજાઓ માં જરૂરિયાત વાળા દર્દીઓ ને તાત્કાલિક લોહી મળે તો તો તેનું જીવ બચી શકે તેમ હોય છે.
તાલુકા હેલ્થ ઓફિસ લાઠી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દામનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નો આરંભ કરી વધુ માં વધુ લોકો આ કેમ્પ માં ભાગીદારી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. લાઠી ના તાલુકા હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા, અધિક્ષક ડો. એસ. એસ. વોહરા, ડો અભી પરવડિયા, ડો. નિરવ પરમાર, ડો. હરિવદન પરમાર, સાગર નરોડિયા, જીજ્ઞેશ બસન અને આરોગ્ય સ્ટાફ દ્વારા આ કેમ્પ નું સફળ આયોજન કરાયું હતું. જેને લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શાંતા બા મેડિકલ કોલેજ ના સહયોગ થી આયોજિત આ શિબિર માં કોલેજીયન યુવા વર્ગ દ્વારા સ્વયંભૂ રીતે રક્તદાન કરી સામાજિક ચેતના નું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તમામ દાતાઓ અને આરોગ્ય વિભાગ ના સ્ટાફ દ્વારા નિયમિત રક્તદાન માટે સંકલ્પ લેવામાં આવેલ હતો.
Recent Comments