લાઠી તાલુકાના શાખપુર ગામે સાયબર ક્રાઇમ ના વધતા જતા ગુનાઓને ધ્યાને લઈને લોકોમાં જાગૃતી ફેલાવવા સાઇબર ક્રાઇમનો સેમિનાર
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે સાયબર ક્રાઇમ ના વધતા જતા ગુનાઓને ધ્યાને લઈને લોકોમાં જાગૃતી ફેલાવવા અંગે સાઇબર ક્રાઇમનો સેમિનાર તા.૧૬/૦૯/૨૩ ના સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયો જેમાં દામનગર પી.એસ.આઇ.બી પી પરમાર સાહેબ તથા પોલીસ સ્ટાફ સાયબર ક્રાઈમના ઇન્ચાર્જ પી.એસ આઇ કડચા સાહેબ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ પાર્થભાઈ તેરીયા શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ ઉપસરપંચ શ્રી લાલાભાઇ કસોટીયા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રી ના પ્રતિનિધિ બાબુભાઈ ખુમાણ માજી સરપંચ શ્રી લખમણભાઇ સરપંચ શ્રી ના પ્રતિનિધિ તેજાભાઈ ભરવાડ ભાજપ અમરેલી જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી નઝરભાઈ મલેક અને કણકોટ સરપંચ શ્રી હસમુખભાઈ પોલરા સહિતના ગામના દરેક જ્ઞાતિના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા જેમાં પ્રવચનમાં સાયબર ક્રાઇમના ગુનાઓ કેવી રીતે અટકે તેમાં કેવી રીતની સાવચેતી રાખવી તેની કાયદાકીય સમજણ સાયબર ક્રાઇમ ના પી.આઈ સાહેબ અને દામનગર પી.એસ.આઇ અને શાખપુર સરપંચ શ્રી જસુભાઇ ખુમાણ દ્વારા પોતાના પ્રવચનમાં માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સુંદર સંચાલન માધ્યમિક હાઈસ્કૂલના પાર્થભાઈ તેરીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું
Recent Comments