ખામી ને ખૂબી બનાવી દેતી દિવ્યાંગ વૃષ્ટિ વેકરીયા બની આજના વિચારો ના વાવેતર ની મુખ્ય મહેમાન. સગી આંખે ભલે દુનિયા નથી જોઈ પણ અંતર દ્રષ્ટી એ ઈશ્વર પ્રાર્થના કરીશ
સુરત જન્મ થી પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ વૃષ્ટિ વેકરીયા બની આજના “વિચારો ના વાવેતર” ની મુખ્ય મહેમાન..
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા દર ગુરુવારે યોજાતા “વિચારોના વાવેતર” ના આજરોજના ૨૭ માં Thursday’s Thoughts કાર્યક્રમમાં આજના વિચાર-વિષયને અનુરૂપ શ્રેષ્ઠ પ્રેરણારૂપ દ્રષ્ટિ વિહિન દિવ્યાંગ ગાયક બાળ કલાકાર કુ. વૃષ્ટિ પરેશભાઇ વેકરીયા ને આમંત્રિત કરવામાં આવ્યાં હતા. તેથી તેઓ આજના ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા હતા
કું. વૃષ્ટિ વેકરીયા જન્મથી દ્રષ્ટી વિહીન હોવા છતાં પોતાની ૧૩ વર્ષની ઉંમરે પોતાની ખામી ને ખુબી માં બદલી સુમધુર કંઠે ગીત ગાઈને ઊપસ્થિત સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તેમજ આયોજિત સમ્પૂર્ણ કાર્યક્રમમાં કંઠસ્થ સુર ના રંગીન રંગો પૂરીને સંગીતના સુર રેલાવ્યા હતા.
આ ક્ષણે પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા તેમજ ઊપસ્થિત અન્ય મહેમાનો એ કું. વૃષ્ટિ વેકરીયા ને માન પૂર્વક સાલ ઓઢાડી ભેટ અર્પણ કરી હતી.. વૃષ્ટિ વેકરીયા એ પોતાની ખામી ને ખુબી માં બદલી એક પ્રેરણાત્મક ઉદ્બોધન પુરું પાડતા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ આજનો નવો વિચાર આપતા જણાવ્યું હતુ કે “જો જીવન ધબકતું હોય તો ઉણપ પણ આગળ વધવાની પ્રેરણા આપે જ છે.”
કું. વૃષ્ટિ ની ખામી ને શ્રી કાનજીભાઇ ભાલાળા એ પ્રેરણાત્મક વિચાર સાથે તાલ મેલ કરતા ઊપસ્થિત સૌ કોઈ મહેમાનોએ તાળીઓનાં ગાગડાટ થી પ્રમુખશ્રી અને દિવ્યાંગ દીકરીને વધાવી લીધા હતા..
જ્યારે કું. વૃષ્ટિ પરેશભાઇ વેકરીયા એ જણાવ્યું હતું કે ભલે હું મારી સગી આંખે જોઈ નથી શકતી પરંતુ મારા અંતર ના આત્મ વિશ્વાસ થકી ઇશ્વર સમક્ષ પ્રાર્થના કરું છું તે હું પામુ છું..
બીજી વાત એ છે કે મારી આટલી નાની ઉંમરે સમાજ ના શ્રેષ્ઠી ઓના નામ સાંભળ્યા છે પરંતુ એવી કલ્પના પણ નહોતી કરી કે હું ક્યારેક મહેમાન તરીકે આમંત્રિત થઈશ. આથી વિચારો ના વાવેતર સાથે મારા સપના થયા સાકાર…
Recent Comments