દ્દભાવના ગૃપ સાવરકુંડલા દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે એમ્બ્યુલન્સ સેવા, બ્લડ હેલ્પ લાઈન, મેડિકલ સાધનો, ઓક્સિજન કીટ, વિનામૂલ્યે અંતિમ ક્રિયા કીટ, મોક્ષરથ સેવા, ડેડબોડી ફ્રીઝર, શબચોકી, જેવી ૮ હેલ્પલાઈન ચલાવવામાં આવે આવે છે. આ સેવાકિય પ્રવૃત્તિઓના લાભાર્થે ગણેશ મહોત્સવ છેલ્લા ૧૧ વર્ષ થી ઉજવવામાં આવે છે.
જે આયોજન માં લક્કી ડ્રો કરવામાં આવે છે. આ ડ્રો માટે ૧૧૯૪ દાતાઓ રૂા. ૫૦૦ આપી દાતા બન્યા હતા.
જેનો લક્કી ડ્રો તા. ૧૭-૦૯-૨૦૩ ના રોજ યોજવામાં આવ્યો. આ લક્કી ડ્રો કરવામાં આવ્યો તેમાં કુપન નં. ૯૪૮ ના દાતા સ્વ. બચુભાઈ માધાભાઈ ગેડિયા (હ. દિનેશભાઈ) બન્યા હતા. જે સમગ્ર ગણેશ મહોત્સવ ના મુખ્ય દાતા બનેલ અને તેઓ બીજી વખત લક્કી ડ્રો દ્વારા મુખ્ય દાતા બનેલ. અને આ દાતા દ્વારા સેવાકીય પ્રવૃતિ ના લાભાર્થે
રૂા. ૧૧,૦૦૦/- ખુશી સદ્દભાવના ગૃપ ને ભેટ રૂપે આપેલ છે.
Recent Comments