દિલ્હીથી લંડન જવા રવાના ફ્લાઈટ અચાનક પાકિસ્તાનના એરસ્પેસ પહોંચી!દિલ્હીથી લંડન જઈ રહેલી ફ્લાઈટ અચાનક યુ-ટર્ન લઈ દિલ્હી પરત આવી
નવી દિલ્હીથી લંડન (ન્ર્હર્ઙ્ઘહ) જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અચાનક પાકિસ્તાનની એરસ્પેસમાં પ્રવેશ્યા બાદ નવી દિલ્હી પરત ફરી હતી. એર ઈન્ડિયા આવું કેમ કરવામાં આવ્યું તે અંગે કંઈ કહી રહ્યું નથી. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર આઆઈ ૧૧૧ એ સવારે લગભગ ૭.૧૫ વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યું હતું. ટેકઓફના લગભગ અડધા કલાક બાદ પ્લેનમાં થોડી સમસ્યા થવા લાગી. બિકાનેર પાસે પ્લેન ૩૬ હજાર ફૂટની ઉંચાઈથી ૩૨ હજાર ફૂટ સુધી પહોંચ્યું હતું અને પાકિસ્તાનની એરસ્પેસમાં પ્રવેશ્યું હતું. આ પછી વિમાને યુ-ટર્ન લીધો અને નવી દિલ્હી પરત ફરવાની પ્રક્રિયા શરૂ કરી. પ્લેન લગભગ ૯.૩૦ વાગ્યે આઈજીઆઈ એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. આ ઘટના બે દિવસ પહેલા સામે આવી હતી.
ઈન્ટરનેટ મીડિયા પર પોતાના ઠ (્ુૈંંીિ) હેન્ડલ પર પોસ્ટ કરતી વખતે યશવર્ધન ત્રિખા નામના વ્યક્તિએ લખ્યું કે આ પ્લેનમાં સવાર તમામ મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા છે. લગભગ ૨૪૮ મુસાફરોની ક્ષમતા ધરાવતા આ વિમાનમાં ક્રૂ સહિત લગભગ ૨૩૦ લોકો સવાર હતા. ટેકઓફના લગભગ અડધા કલાક પછી પ્લેનનું એસી બંધ થઈ ગયું. પ્લેનમાં એએસી સાથે જાેડાયેલી કેટલીક સમસ્યાઓ સિવાય કેટલીક અન્ય સમસ્યાઓ પણ હતી. એર ઈન્ડિયાએ આનો જવાબ આપ્યો અને કહ્યું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ મોડી થઈ રહી છે. એસી બંધ થવાને કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
આ પછી, પ્રથમ ક્રૂ મેમ્બરોએ એસી રિપેર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે પરત ફરેલા પ્લેનમાં સવાર મુસાફરોએ એરલાઈન્સ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. યાત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું હતું કે તેમને પ્લેન પરત આવવા અને ફ્લાઈટમાં વિલંબ અંગે કોઈ સાચી માહિતી આપવામાં આવી રહી નથી. એટલું જ નહીં પ્લેનનું એસી પણ બરાબર કામ કરી રહ્યું ન હતું. કેટલાક મુસાફરો લંડનથી અન્ય કોઈ એરલાઈનની કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાના હતા, પરંતુ તેઓ ભારતમાં અટવાઈ ગયા છે. આ સમય દરમિયાન, એરલાઈન મુસાફરોને સતત કહી રહી હતી કે વિમાન થોડીવારમાં રવાના થશે.
Recent Comments