સાવરકુંડલા શહેરમાં સેવા ક્ષેત્રે અગ્રેસર એવાં સદ્દભાવના ગ્રુપ દ્વારા બેસ્ટ હેન્ડરાઇટિંગ મેગા કોમ્પિટિશન યોજાઈ.
સાવરકુંડલા શહેરમાં સેવા ક્ષેત્રે અગ્રેસર એવા સદ્દભાવના ગ્રુપ દ્વારા પ.પૂ. ઉષામૈયા(શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ ) ના સાનિધ્યમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે નિમિતે બેસ્ટ હેન્ડરાઇટિંગ મેગા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓમાં પોતાના હસ્તાક્ષરો પ્રત્યે વધુ રૂચિ પેદા થાય એવા હેતુથી બેસ્ટ હેન્ડ રાઈટીંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ. આમ પણ મહાત્મા ગાંધીજીના મતાનુસાર ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એ સૂત્રને હ્રદયસ્થ કરીને આજની જનરેશનના અક્ષરો સુઘડ, સુંદર, મરોડદાર, મોતીના દાણા જેવા અને આકર્ષક બને એ ઉદ્દેશથી આ સ્પર્ધા યોજાઈ. જો કે હાલના ડીઝીટલ યુગમાં લેખન પ્રવૃત્તિઓ ધીમે ધીમે નષ્ટપ્રાય થતી હોય તેવી વેળાએ આ સ્પર્ધાનું આયોજન ખરેખર કાબિલે તારીફ ગણાય. આ કોમ્પિટિશનમાં ધોરણ ૩ થી ૫ અને ૬ થી ૮ ધોરણના ૨૭ સ્કૂલના ૨૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમાંથી ૧૩૨ વિદ્યાર્થીઓ વચ્ચે ફાઈનલ કોમ્પિટિશન યોજાઈ હતી. આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીના ગણેશ મહોત્સવ દરમિયાન નામ જાહેર કરવામાં આવશે.
Recent Comments