fbpx
ભાવનગર

સણોસરા આંગણવાડી પોષણ માસ

સણોસરા આંગણવાડી કેન્દ્ર ખાતે અન્નપ્રાશન વિધિ કરવામાં આવીપોષણ માસ ઉજવણી અંતર્ગત થયું આયોજનસણોસરા મંગળવાર તા.૧૯-૯-૨૦૨૩સંકલિત બાળવિકાસ યોજના કચેરીના માર્ગદર્શન સાથે સણોસરા આંગણવાડી કેન્દ્ર ખાતે અન્નપ્રાશન વિધિ કરવામાં આવી. પોષણ માસ ઉજવણી અંતર્ગત અહી થયું આયોજન થયું.બાળકોની તંદુરસ્તી અને પોષણ માટે સરકાર શ્રી દ્વારા સંકલિત બાળવિકાસ યોજના તળે કાળજી લેવામાં આવે છે, જે સંદર્ભે સણોસરા આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો.સંકલિત બાળવિકાસ યોજના કચેરી ભાવનગરના યોજના અધિકારી શ્રી શારદાબેન દેસાઈએ ઉપસ્થિત રહી અન્નપ્રાશન વિધિ કરાવતી વેળાએ બાળક અને માતાને શુભકામના પાઠવી ત્યારે અહી જોડાયેલ માતાને હર્ષના આંસુ સરી પડ્યા હતા.  સિહોર કચેરીના અધિકારી શ્રી હેમાબેન દવેના નેતૃત્વમાં સણોસરામાં પોષણ માસ ઉજવણી દરમિયાન બાળ દિવસ મનાવાયો. આ પ્રસંગે યોજાયેલ વાનગી સ્પર્ધામાં બહેનો હરખ સાથે જોડાયેલ. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરાના શ્રી શિલ્પાબેન બોરિચા જોડાયા હતા.આયોજનમાં કચેરીના શ્રી સવિતાબેન ગોહિલ, રજેશ્વરીબા જાડેજા, શ્રી ધ્રુવભાઈ મહેતા, શ્રી અસ્મિતાબેન ચૌહાણ સાથે આંગણવાડી કાર્યકર્તા તથા સહાયક બહેનોનું સંકલન રહ્યું હતું.

Follow Me:

Related Posts