અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષક તરીકે સેવા આપી સમગ્ર બગોયા ગામના લોકોમાં પોતાનું આગવું સ્થાન બનાવી બે દાયકા સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી બગોયા ગામનું શિક્ષણ સ્તર સુધારવા માટે મહત્ત્વનું કાર્ય કરી ગામના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું દિલ જીતી સમગ્ર ગ્રામજનોમાં અલગ છબી ઉભી કરનાર પરેશભાઈનું અન્ય જગ્યાએ બદલી થતા બગોયા ગામના સંધિ મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષક પરેશભાઈની વિદાય વેળાએ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો..
જેમાં શિક્ષક પરેશભાઈનું બગોયા સંધિ સમાજના પ્રમુખ જનાબ ઇશાકભાઈ જાખરાએ સન્માન કરી વિદાય આપી હતી.આ વિદાય સમારોહમાં સમગ્ર બગોયા ગ્રામજનો,વિદ્યાર્થીઓ, વાલીઓ,તેમજ સંધિ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજરી આપી હતી. એમ રજાકભાઈ ઝાખરાની એક યાદીમાં જણાવાયું હતું.



















Recent Comments