ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સારો એવો વરસાદ વરસ્યો છે. જેના કારણે ગુજરાતના નદી નાળાઓમાં પાણીની સારી આવક થઇ રહી છે. છોટાઉદેપુરના પાવીજેતપુરના સુખી ડેમમાં પાણીની આવક થઇ છે. જેના પગલે સુખી ડેમનો એક દરવાજાે ખોલવામાં આવ્યો છે. છોટાઉદેપુરના પાવીજેતપુરના સુખી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ રહી છે. પાણીની આવક વધતા સુખી ડેમનો એક દરવાજાે ખોલવામાં આવ્યો છે, સુખી ડેમમાંથી ભારજ નદીમાં ૫૦૦ ક્યુસેક પાણી છોડાયું છે. ભારજ નદીમાં પાણી છોડાતા ૧૮ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યુ છે. હાલ સુખી ડેમમાં ૧૦૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
પાવીજેતપુરના સુખી ડેમનો એક દરવાજાે ખોલવામાં આવ્યોભારજ નદીમાં પાણી છોડાતા ૧૮ જેટલા ગામોને એલર્ટ કરાયાં

Recent Comments