fbpx
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમૂહુર્તમાઇક્રોન શરુ થતાં ગુજરાત સેમીકન્ડક્ટરનુ હબ બનશે : ભૂપેન્દ્ર પટેલ

આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમૂહુર્ત કર્યું છે. ગુજરાતે માઈક્રોન કંપની સાથે સ્ર્ંેં કર્યા હતા. અમેરિકાની માઇક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા સરકાર સાથે એમઓયુ કર્યા છે. આ કંપની સાણંદમાં ૨.૭૫ અરબ ડોલર એટલે કે ૨૨૫૧૬ કરોડ રૂપિયાના પ્લાન્ટની સ્થાપના કરશે. માઇક્રોનના પ્લાન્ટથી સેમી કન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજીંગ સુવિધાના રોજગાર ઉત્પન્ન થશે. માઇક્રોનથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૦ હજાર રોજગાર ઉત્પન્ન થશે. માઇક્રોન ટેકનોલોજી સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગમાં દુનિયાની ટોચની કંપનીઓમાં સામેલ છે. સાણંદ જીઆઇડીસી ખાતે આજે માઇક્રોન ટેકનોલેજી પ્લાન્ટનું ભૂમિ પૂજન કરાયું હતુ.

આ પ્રસંગે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ૨૦૧૪ માં મોબાઇલનુ ઉત્પાદન ૧૭૦૦૦ કરોડ હતું. આજે ૩ ૬૫૦૦૦ કરોડ મોબાઇલનુ ઉત્પાદન થાય છે, જે ૨૨ ઘણું વધારે છે. ૯ વર્ષમાં ૭૦૦૦ કરોડ એક્સપોર્ટ થતું, જે આજે ૯૧૦૦૦ કરોડનુ એક્સપોર્ટ ૧૩ ઘણું વધ્યું છે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ૧ લાખ ૯૦ હજાર કરોડ થી વધી ૮ લાખ ૮૦ હજાર કરોડ સુધી પહોંચ્યું છે. ઘરનાં વપરાતા ઇલેક્ટ્રીક વસ્તુઓથી એરોપ્લેન સુધી ચીપનો ઉપયોગ થાય છે. આજે ૨ લાખ સેમી કન્ડક્ટર ચીપની ડિમાન્ડ છે, જે અગામી સમયમાં વધી ૫ લાખ સુધી પહોચશે.

૨૨ જુને એમઓયુ થયા અને માત્ર ૯૦ દિવસમાં કંપનીના પ્લાન્ટના કંસ્ટ્રક્શનની શરૂઆત થઈ છે. હવે ભારત સેમી કંડક્ટરનું મોટું હબ બનશે. વંદે ભારત ટ્રેનને સાણંદમાં સ્ટોપેજ મળશે. અમદાવાદથી સાણંદ વચ્ચે વર્લ્ડ ક્લાસ હાઇસ્પીડ ટ્રેનની વ્યવસ્થા ૬ મહિનામાં શરૂ કરાશે. સેમી કન્ડક્ટર ચીપનું પરિવહન થાય તેવી ટ્રેનની વ્યવસ્થા કરાશે. આ પ્લાન્ટ થકી ૨૦ હજાર લોકોને રોજગારી મળશે. ડિસેમ્બર ૨૦૨૪ માં મેડ ઇન ઇન્ડિયા સેમિ કંન્ડક્ટરનું ઉત્પાદન શરુ થશે. તો ભૂમિપૂજનની તકતીનુ અનાવરણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રીની દીર્ધ દ્રષ્ટિથી સાણંદમાં માઇક્રોનમાં સેમી કંડક્ટર પ્લાન્ટનું આગમન થયું છે. મારા વખાણ બે કેન્દ્રીય મંત્રીઓએ કર્યા, એટલે મારી જવાબદારી વધી જાય છે.

પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પાંચમુ મોટુ અર્થતંત્ર બન્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. આ સમિટ બે દાયકા પુરા કરી રહી છે ત્યારે ગુજરાત સેમીકન્ડક્ટર ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત ઓટોમોબાઇલ હબ પણ છે. માઇક્રોન શરુ થતાં ગુજરાત સેમીકન્ડક્ટરનુ હબ બનશે. યુવાનોને સેમીકંડક્ટર ક્ષેત્રમાં રોજગાર પ્રાપ્ત થશે. ગુજરાત આવનારા દિવસોમાં સેમીકંડક્ટરનુ લીડર બનવાનું છે. સમિટ ઓફ સક્સેસ તરીકે વાઇબ્રન્ટ સમિટના વીસ વર્ષની ઉજવણી પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં થશે. ૧૦ મી વાઇબ્રન્ટ સમિટની થીમ ગેટ વે ટુ ધ ફ્યુચર રહેશે. ભારતનું સેમીકંડક્ટર માર્કેટ વર્ષ ૨૦૨૬ સુધી ૬૩૦૦ કરોડ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. વર્ષ ૨૦૨૦ માં તે અંદાજે ૧૫૦૦ કરોડ ડોલરનું હતું. હાલ મોટાભાગના દેશો ચીપના સપ્લાય માટે તાઈવાન જેવા કેટલાક દેશો પર ર્નિભર છે. જાેકે, ગુજરાતમા થયેલા કરારથી સ્થિતિ બદલાઈ જશે.

ભારત આ દિશામાં તેજીથી કામ કરી રહ્યું છે. ફેબ્રુઆરીમાં વેદાંતા ગ્રૂપે ચીપ બનાવવાનો વિચાર કર્યો હતો અને ફોક્સકોન સાથે કરાર કર્યા હતા. આ કરાર બાદ વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે, બે દિવસથી લંડનમાં હલચલ છે કે આટલું મોટું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે. તેનાથી સીધી ૧ લાખ રોજગારી ઊભી થશે. સેમી કંડક્ટર ચીપ અને ગ્લાસ ફેબના ઉત્પાદનનું હબ તાઈવાન છે. હાલ તાઈવાન અને ભારત અત્યારે ચીન સામે લડી રહ્યા છે. આ વચ્ચે પહેલીવાર સેમી કંડક્ટર ચીપ અને ગ્લાસ ફેબ ભારત અને એ પણ ગુજરાતમાં બનશે. અત્યારે માત્ર ૩ કંપનીઓ આ ઉત્પાદન કરે છે, જેમાંની એક અહીં આવી છે. અમને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક સરકાર તરફથી પણ આમંત્રણ હતું. અમારી સ્વતંત્ર ટીમે સમગ્ર પ્રક્રિયા માટે તપાસ કરી અને ત્યારબાદ ગુજરાતની પસંદગી થઈ છે. ૯૬% ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો આપણે આયાત કરીએ છીએ.

Follow Me:

Related Posts