પુરપીડિતો માટે ૩૦૦ સાડી ૧૦૦૦ બાળકો ના કપડાં સહિત ની રાહત સામગ્રી પહોંચાડતા ગ્રીન અર્મી ના મનસુખભાઈ કાસોદરિયા
સુરત ભરૂચ સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં પુર પીડિત પરિવારો ની વ્હારે સુરત ની ગ્રીન અર્મી સંસ્થા ના મોભી અનેક વિધ સેવા નો પર્યાય મનસુખભાઇ કાસોદરિયા દ્વારા કપડાં અને ફ્રુડ પેક્ટ ની સેવા આપી નર્મદા નદી ના પૂરથી અસરગ્રસ્ત ગામોના ની:સહાય પરિવારો માટે સુરતથી સેવાનો ભેખધારી મનસુખભાઈ કાસોદરીયા કે જેમણે ૩૦૦ નવી સાડી તેમજ ૧૦૦૦ જેટલા નાના મોટા બાળકો માટે ટીશર્ટ શર્ટ લેગીસ તથા ફ્રુડ પેક્ટ બિસ્કીટ મોકલવામાં આવ્યા. આવી કુદરતી આફતો આવે કે કોઈપણ સેવાનુ કાર્ય હોય તેમાં હર હંમેશા અડધી રાત્રે અડીખમ ઉભા રહે છે અને એ પણ પોતે એકલા હાથે કોઈપણ સમાજનું કાર્ય હોય નિસ્વાર્થ ભાવે કરે છે માનવ સેવા એજ પ્રભુ સેવા છે અને સમસ્ત જીવાત્માનું કલ્યાણ ની કામના ને જીવનમંત્ર બનાવી દેતા મનસુખભાઈ ની માનવતા ખરેખર વંદનીય છે
Recent Comments