ભાવનગર નાગરિક બેંક જિલ્લા ભાજપ દ્વારા અભિનંદન
સહકારી ક્ષેત્રમાં ભાજપ પરનો ભરોસો ભાવનગર નાગરિક બેંકના પરિણામથી સ્પષ્ટ છે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પાઠવાયા અભિનંદનભાવનગર સોમવાર તા.૨૫-૯-૨૦૨૩ભાવનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોના વિજયથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા અભિનંદન પાઠવાયા છે.માત્ર રાજકીય નહિ પરંતુ સામાજિક અને સહકારી સંસ્થાઓમાં ભાજપ અગ્રણીઓ પરના વિશ્વાસના પરિણામો જોઈ શકાય છે. ભાવનગર નાગરિક સહકારી બેંકમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોના વિજયને ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ અભિનંદન પાઠવતા આમ લાગણી વ્યક્ત કરેલ છે.સહકારી ક્ષેત્રમાં ભાજપ પરનો ભરોસો રહેલો જ છે. ભાવનગર જિલ્લા સહકારી બેંક સાથે હવે ભાવનગર નાગરિક બેંકના પરિણામથી સ્પષ્ટ જ છે, તેમ જિલ્લા ભાજપ દ્વારા હરખ સાથે જણાવાયું છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તથા મંત્રી શ્રી રઘુભાઈ આહિર અને જિલ્લા પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા સાથે જિલ્લા મહામંત્રીઓ શ્રી સી.પી.સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી દ્વારા સૌ વિજયી કાર્યકર્તાઓને શુભકામના પાઠવામાં આવેલ છે, તેમ જિલ્લા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહસંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
Recent Comments