fbpx
અમરેલી

૨૮ સપ્ટેમ્બરે ગાંધીનગર સાહિત્ય સભાના ૭૦ સદસ્યો કલાપી તીર્થ-લાઠીની મુલાકાત લેશે

અમરેલી, તા.૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ (સોમવાર) રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વસતા સાહિત્યકારોનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સાહિત્ય સંસ્થા ‘ગાંધીનગર સાહિત્ય સભા’ના ૭૦(સિત્તેર) જેટલા સાહિત્યકારો, આગામી તા. ૨૮/૦૯/૨૦૨૩ને ગુરૂવારે રાજવી કવિ કલાપી (સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)ની સ્મૃતિઓને સાચવતા ‘કલાપી તીર્થ’ની મુલાકાત લેશે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગાંધીનગર સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે ગોઠવાયેલ કાર્યક્રમ અનુસાર, તા. ૨૮મીએ  ‘ગાંધીનગર સાહિત્ય સભા’ના ૭૦ સાહિત્યકારો બે બસ દ્વારા સવારે ૬ કલાકે ગાંધીનગરથી નીકળી, ૧૨ થી ૧૩ કલાકે ભુરખિયા હનુમાન પહોંચી ૧૩:૧૫ થી ૧૪:૩૦ દરમિયાન ‘કલાપી તીર્થ’ની મુલાકાત લેશે. ત્યારબાદ ૧૪:૪૫ થી ૧૬:૩૦ દરમિયાન લાઠી સ્થિત રિસોર્ટમાં સ્થાનિક કવિઓ અને કલાપી પરિવારના માન. સદસ્યો શ્રી મહેન્દ્રસિંહજી ગોહિલ (પ્રપૌત્ર) અને માન. કિર્તિકુમારસિંહજી ગોહિલ (પ્રપૌત્ર) સાથે વાર્તાલાપ-સંવાદ બાદ એજ દિવસે આ સદસ્યો સૌ ૧૬:૪૫ કલાકે ગાંધીનગર પરત જવા નીકળશે.એમ ‘ગાંધીનગર સાહિત્ય સભા’ના પ્રમુખ શ્રી રમેશ ઠક્કરે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર નિવાસી પૂર્વ અમરેલી ક્લેક્ટર અને ‘કલાપી તીર્થ’ના સ્વપ્નદષ્ટા શ્રી પ્રવીણ ગઢવી કે જેમણે તેમના કાર્યકાળે ‘સ્વાન્ત: સુખાય’ પ્રોજેક્ટ હેઠળ ‘કલાપી તીર્થ’ને સાકાર કર્યું હતું, તેઓએ જ ગાંધીનગર સાહિત્ય સભાને આ પ્રવાસ માટે સૂચન કર્યું હતું અને પોતે આ પ્રવાસમાં જોડાયા પણ છે.

Follow Me:

Related Posts