fbpx
અમરેલી

અમરેલી સ્ટેશન રોડ પર આવેલ શહેરી હાઉસિંગ સ્કીમના 48 એમ.આઈ.જી. પ્રકારના મકાનો રિડેવલોપમેન્ટ સ્કીમમાં મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા

                     અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તાર સ્ટેશન રોડ પર આવેલ અને ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલ એમ.આઈ.જી. પ્રકારના આવાસો ખૂબ જ જર્જરિત અને જોખમી બની ગયેલ. લાંબા સમયથી આ આવાસોના ધારકોની માંગણી હતી કે આ સ્કીમમાં રિડેવલોપમેન્ટમાં લઈ જઈને નવા આવાસોનું બાંધકામ થાય. આ બાબતની રજૂઆત અમરેલીના ધારાસભ્યને કરવામાં આવેલ. ધારાસભ્યશ્રીએ આ બાબતે રજૂઆત કરતા આ સ્કીમનો રિડેવલપમેન્ટ પ્લાન મંજૂર થતા રૂપિયા સાડા પાંચ કરોડના ખર્ચે નવા આવાસો બનશે અને આવાસ ધારકોની લાંબા સમયની માંગણી સંતોષાશે. રિડેવલપમેન્ટની આ સ્કીમનું ટેન્ડર પણ બહાર પડી ગયેલ હોય, આગામી દિવસોમાં આ આવાસનું બાંધકામ પૂર્ણ થશે

                  ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના રહીશો તેમજ 48 એમઆઈજીના પ્રમુખશ્રી તેમ જ રેખાબેન શિંગાળા તેમ જ તેમની કમિટીના સભ્યો અને વોર્ડ નંબર 3ના સભ્યો તથા પીન્ટુભાઈ દ્વારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરિયાને રજૂઆત કરવામાં આવેલ. જેનું સુખદ નિરાકરણ થતાં અને લોકોની માંગણી સરકાર દ્વારા સંતોષવામાં આવતા  48 એમઆઈજી સોસાયટીના પ્રમુખશ્રી તેમ જ તમામ રહીશો દ્વારા કૌશિકભાઈનો આભાર માનવામાં આવેલ છે.

Follow Me:

Related Posts