fbpx
ગુજરાત

કચ્છના ગાંધીધામના ભંગારવાડામાં GIDC વિસ્તારમાં આગ

કચ્છ જિલ્લામાં ગાંધીધામ વિસ્તારમાં ભંગારવાડા વિસ્તારમાં આગની ઘટના બની છે. ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં આ આગ લાગી છે. ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં આગ લાગવાને લઈ ૪ જેટલા ફાયર ફાયટરની ટીમો સ્થળ પહોંચી હતી. ભંગારના સામાનમાં આગને લઈ સ્થાનિક ફાયર ટીમોએ તેને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી. આગની ઘટનામાં રાહતની વાત એ હતી કે, કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા. આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ગાંધીધામના ભંગારના વાડામાં આ આગની ઘટના બની હતી. જેને લઈ કંડલા ઝોનના ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી. જાેકે આગ વિકરાળ બની હતી. મોટા પ્રમાણમાં ભંગાર ગોડાઉનમાં ભરેલ હતુ અને તેમાં આગ લાગવાને લઈ વિકરાળ બની હતી. આગની ઘટનામાં ભારે નુક્સાન સર્જાયુ હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યા છે.

Follow Me:

Related Posts