fbpx
ગુજરાત

અમદાવાદના યુવકને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રોજ ગુજરાતમાં બે થી વધુ હાર્ટએટેકના કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક યુવકને બસમાં જ હાર્ટ એટેકથી મોત આવ્યું છે. અમદાવાદના ખાનપુરના ૩૦ વર્ષીય યુવકને બસમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આમ, બે દિવસમાં ત્રણ યુવકોના હાર્ટએટેકથી જીવ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના ૨૯ વર્ષના યુવકનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે. હર્ષ સંઘવી નામનો આ યુવક બે દિવસ માટે રાજસ્થાનના ભાંડવાજી ખાતે યાત્રાએ ગયો હતો. જ્યાંથી પરત ફરતા સમયે મંગળવારે રાત્રે બસમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોત નિપજ્યું. આમ, રાજસ્થાન તીર્થ યાત્રા કરી પરત ફરતી વખતે બસમાં જ એટેક આવ્યો હતો. હર્ષ સંઘવી ૨ વર્ષીય નાની દીકરી અને પત્ની સહિત પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Follow Me:

Related Posts