ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ને ત્યાં ધરે જ ડીલેવરી થઈ જતા માત્ર 960 ગ્રામ વજન ધરાવતા બાળક નો જન્મ થયો હતો. પરંતુ વજન ઓછુ અને યોગ્ય સારવાર ના અભાવે જન્મ બાદ બાળકની તબિયત બગડી હતી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને હદયના ધબકારા ધીમા પડતા બાળકને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી લાવવામાં આવેલ હતું. હોસ્પિટલ ના બાળકોના આઈ.સી.યુ. વિભાગ (એન.આઈ.સી.યુ.) માં બાળક ને ઈંટયૂબેશન કરી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જ્યાં ડો.મિરલ શીંગાળા અને ડો.જયદીપ પટેલ ની ત્રણ દિવસની સધન સારવાર બાદ બાળકને સ્વસ્થ કરવામાં સફળતા મળી હતી. શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે બાળકોના ડોક્ટર મિરલ શીંગાળા અને ડો.જયદીપ પટેલ તથા તેમની ટીમ અને નર્સિંગ સ્ટાફ ની કામગીરી અને મહેનત નવજાત બાળક માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ હતી.
ખેત મજુર ના ધરે 960 ગ્રામ વજન સાથે જન્મેલ નવજાત શિશુ માટે શાંતાબા જનરલ હોસ્પિટલ બની વરદાન.



















Recent Comments