“ સ્વચ્છતા એજ સેવા ” કાર્યક્રમ અંતર્ગત “ ૧ તારીખ, ૧ કલાક ” સૂત્ર ” સાથે મહાશ્રમદાનમાં ઉપસ્થિત રહેવા અંગે,
આપ સુવિદિત છો કે, “ સ્વચ્છતા હી સેવા ” માસની ઉજવણી માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર ૨૦૨૩ ના દિવસે દેશના બધા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને “ ૧ તારીખ, ૧ કલાક ” સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું ૧ આયોજન થનાર છે. જે અન્વયે સ્વચ્છતા હી સેવા – ૨૦૨૩ ના ભાગ રૂપે ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતભરમાં જન સુખાકારી અર્થે સ્વચ્છતા જન આંદોલન ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. તેથી આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગે સ્વચ્છ ભારત મિશન – અર્બન દ્વારા ૨ જી ઓક્ટોબર સુધી નાગરિકો, પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, અન્ય મહાનુભાવો, વેપારી એસોસિયેશન, સ્વૈચ્છિક સંસ્થાઓ, સોસાયટીઓ, ધાર્મિક સંસ્થાઓં, સામાજિક સંસ્થાઓં ના સંયુક્ત પ્રયાસથી માન. વડાપ્રધાનશ્રી સહિતનાઓં સ્વચ્છતા શ્રમદાન ની પ્રવૃત્તિમાં જોડાશે. આપણું “ સ્વચ્છ શહેર – સ્વસ્થ શહેર ” ને ઉજાગર કરવા તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતતા કેળવવા સૌનો . અથાગ પ્રયત્ન જરૂરી હોવાથી તેમજ આ સમગ્ર આયોજન ૧ ઓક્ટોબર, ૨૦૨૩ ના દિવસે સવારે ૧૦:૦૦ વાગે થી એક કલાક માટે કરવાનો હોવાથી આગામી તા. ૦૧/૧૦/૨૦૨૩ ના રોજ આપશ્રી “સ્વચ્છ અમરેલી” નું સ્વપ્ન સાકાર કરવા તેમજ પ્રિન્ટ મીડિયા ના માધ્યમ થી જાહેર બહોળી પ્રસિદ્ધિ અર્થે ઉપસ્થિત રહેવા ખાસ વિનંતી.
Recent Comments