fbpx
ગુજરાત

અંબાજી મેળાના છઠ્ઠા દિવસે અંબાજી મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયુંપાંચ દિવસમાં ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા

અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. આવતીકાલે મેળાનો અંતિમ દિવસ છે, ત્યારે અંબાજી મંદિરમાં હૈયે હૈયુ દળાય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. પાંચ દિવસમાં ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં યાત્રિકોનું મોટું માનવ મહેરામણ જાેવા મળ્યું છે. આટલી સંખ્યામાં પગપાળા પહોંચી ભરાતો મેળો કોઈ સ્થળે નથી. ત્યારે અંદાજે ૪૦ લાખ જેટલા પદયાત્રીઓ સાત દિવસમાં પહોંચે છે. આજે છઠ્ઠા દિવસે ગબ્બર ગોખના દર્શને ભક્તોની ભીડ જાેવા મળી રહી છે. તો ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સહિત પોલીસ અધિકારીઓ ભક્તિના રંગમાં રંગાયેલા જાેવા મળ્યા છે.

પોલીસ અધિકારી પણ ફરજ સ્થળે ભાવુક બનેલા જાેવા મળ્યા. ગબ્બર ગોખના દર્શને આવતા ભક્તોની ભીડને ભાવુકતા સાથે આગળ વધારતા જાેવા મળ્યા. સાથે જ અંબાજીમાં ભક્તોને મોજ કરાવતી ગુજરાત પોલીસની માનવતા જાેવા મળી. અંબાજીમાં ભારે ભીડની વચ્ચે કોઈ ભક્તને ધક્કો માર્યા વગર માતાજીના દર્શન કરાવતા ગુજરાત પોલીસના જવાનો જાેવા મળ્યાં. અંબાજી મેળાના છઠ્ઠા દિવસે અંબાજી મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી ઉભરાયું છે. મંદિર પરિસરમાં ૪૫૧ ફૂટની ધજાએ આકર્ષણ જમાવ્યું હતું. પાલનપુરના જય અંબે મિત્ર મંડળ દ્વારા સૌ પ્રથમ વખત પદયાત્રા યોજી હતી.

૪૫૧ ફૂટની લાંબી રજા મંદિરના શિખર માટે લઈ અંબાજી પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ૪૫૧ ફૂટની લાંબી ધજા ચાર ચાર ચોકમાં ખોલવામાં આવી હતી. લાખો શ્રદ્ધાળુએ ૪૫૧ ફૂટની ધજાના દર્શન કર્યા હતા. આવતીકાલે ભાદરવી પૂનમ હોઈ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. આવતીકાલે ભાદરવી પૂર્ણિમાં નિમિત્તે શામળાજી મંદિરમાં દર્શનનો સમય બદલાયો છે. મંદિર વહેલી સવારે એક કલાક વહેલું ખુલશે. આવતીકાલે પૂનમ હોઈ હજારો ભક્તો ચાલતા આવી શામળિયાના દર્શન કરશે. આજે રાજકોટનો રજવાડી પગપાળા સંઘ પણ અંબાજી પહોંચ્યો હતો.

૪૨૫ કિલોમીટરની પદયાત્રા કરી બારમા દિવસે સંઘ અંબાજી પહોંચ્યો હતો. આ સંઘમાં ૫૦ મહિલાઓ અને ૫૦ પુરુષો જાેડાયા હતા. આ સંઘ રસ્તામાં પણ તલવાર બાજી સાથે લાકડીના કરતબ કરી ચાલતા પદયાત્રીઓ માટે આકર્ષણ સાથે એક પ્રકારનું મનોરંજન પૂરું પાડ્યું હતું. તેમની ગરબાની રમઝટ પણ આકર્ષણ બની હતી. આ સંઘ દ્વારા આજે અંબાજી મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી. વિશેષ પ્રકારની ગરબી પણ સાથે જાેડવામાં આવી હતી. આ સંઘનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. હાલ પૂનમ નજીક હોય રોજ સાંજે અંબાજી મંદિરમાં ગરબાની રમઝટ જાેવા મળે છે.

સાંજે ચાચરચોક ગરબાથી ગુંજી ઉઠે છે. પગપાળા આવતા યાત્રિકોએ ચાચરચોકમાં ગરબાની રમઝટ કરી હતી. અનેક શ્રદ્ધાળુઓ પોતાની બાધા પુરી કરવા માથે ગરબી લઇ અંબાજી પહોંચી રહ્યાં છે. દર વર્ષે ગરબીમાં વધારો થઈ રહ્યો છે. માતાજીનું ચાચરચોક લાલ લાલ ધજા પતાકાઓથી રંગાયું છે. વર્ષોથી પગપાળા અંબાજી મંદિરે ચાલીને પહોંચવાની પ્રથા આજે પણ યથાવત છે. પદયાત્રીઓને રસ્તામાં વરસાદ અને તડકાનો સામનો કરવો પડ્યો, છતાં યાત્રિકો હેમખેમ અંબાજી પહોંચી રહ્યાં છે. અનેક મુસીબતો માટે આસ્થાનો વિજય થયો છે.

Follow Me:

Related Posts