fbpx
ગુજરાત

તાત્કાલિક અમીર થવા માટે બેન્ક મેનેજરે ગુન્હાનો રસ્તો અપનાવ્યોએટીએમ માંથી કટકે કટકે રૂપિયા ૧૫ લાખથી વધુની રકમની ગોબાચારી કરી

વાપીમાં આવેલ એક જાણીતી બેન્કના મેનેજર દ્વારા બેંકનું લાખો રૂપિયાનું કરી નાખ્યું છે. જેમ એકવાર ઉધઈ લાગે તો પછી ગમે તેવું મોંઘુ ફર્નિચર રાખ બની જાય છે. તેમ બેંકના મેનેજર ને બેંકના એટીએમમાંથી મફતના રૂપિયા મળવાની શરૂઆત થઈ ગઈ પછી તો આ બેંકનો મેનેજર તક મળતા જ ટુકડે ટુકડે બેન્કના ?૧૫ લાખ વધુની રકમ ચાઉં કરી ગયો હતો. વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્ડિયન બેંકનો આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમાર છે. આલોક કુમાર ને બેંક મોટો પગાર આપતી અને સમાજમાં તેની ઈજ્જત પણ ખૂબ હતી.

પણ તાત્કાલિક અમીર થવા માટે બેન્ક મેનેજર આલોક કુમારે ગુન્હાનો રસ્તો અપનાવ્યો હતો. જેના કારણે આજે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. તેની કરતૂતની વાત કરીએ તો વાપીના ઇન્ડિયન બેંકના મેનેજર આલોકકુમારની જ્મ્મેદારી એટીએમમાં રૂપિયા જમા કરવાની હતી. ગ્રાહકોને સરળતાથી એટીએમમાંથી પૈસા મળી રહે તે માટે ઇન્ડિયન બેંકના પરિસરમાં જ એક એટીએમ મશીન રાખવામાં આવ્યું છે.

આ એટીએમ મશીનમાં સમયસર પૈસા જમા કરાવવાની જિમ્મેદારી આલોકકુમારની હતી અને આ એટીએમનો પાસવર્ડ પણ માત્ર આલોકકુમાર પાસે હતો. તેમ છતાં આલોકકુમાર કટકે કટકે રૂપિયા ૧૫ લાખથી વધુની રકમની ગોબાચારી કરી હતી. વાપીની આ ઇન્ડિયન બેંકના મેનેજર આલોક કુમાર ની જીમ્મેદારી હતી કે એટીએમમાં સમયસર રૂપિયા જમા કરાવે અને તેનો હિસાબ બેંકને દરરોજ આપે. શરૂઆતના સમયમાં બેંક મેનેજરે ઈમાનદારીથી રૂપિયા એટીએમમાં જમા કરાવ્યા હતા, પરંતુ સમય જતા લાલચ આવતા આ બેંક મેનેજર આલોક કુમારે નાની નાની રકમ એટીએમના પાસવર્ડ વડે પોતે જ ઉપાડવાનું શરૂ કર્યું હતું.

બેંકમાં જ્યારે હિસાબમાં ગરબડ ચાલુ થઈ ત્યારે બેંકના સત્તાઘીસોને શંકા ગઈ હતી અને તેઓએ ટ્ઠંદ્બમાં રાખેલા સીસીટીવીની સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં બેંકના મેનેજર બેંકના આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમારની ચોરી ઝડપાઈ ગઈ હતી. જેને લઈને બેંક દ્વારા વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાપી જીઆઇડીસી પોલીસે ઇન્ડિયન બેંકના મેનેજર આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીએ તમામ ૧૫ લાખથી વધારે રૂપિયા ક્યાં વાપર્યા છે. તે મામલે પણ તપાસ હાથ ધરી છે.

તો તેના આ કૌભાંડમાં બેંકના કોઈ અન્ય કર્મચારીઓ સામેલ છે કે નહીં તે અંગે પણ વાપી જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. સૌથી અગત્યની વાત એ છે કે આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમારનો પગાર ખૂબ સારો હતો. તેમ છતાં પણ જે બેંકે તેને ઈજ્જતની સાથે સારો પગાર આપ્યો તે બેંકમાં જ આલોક કુમારે ગદ્દારી કરી અને બેંકને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જાેકે હવે આરોપી બેંક મેનેજરની નથી કોઈ ઈજ્જત કે ના મળ્યા પૈસા રૂપિયા અને હવે લાંબો સમય સુધી જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

Follow Me:

Related Posts