fbpx
અમરેલી

અમરેલી ખાતે ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટીની ૧૦ મી વાર્ષિક સાધારણ સભા મળી કેન્દ્રીય મંત્રી રાજ્ય સરકાર ના મંત્રી ઓની ઉપસ્થિતિ માં સતત ૧૦ વર્ષે ૧૫% ડિવિડન્ડ સાથે ભેટ ની જાહેરાત

અમરેલી  કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહકારી આગેવાન દિલીપ સંઘાણી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા નાયબ મુખ્ય ડંડક કૌશિકભાઇ વેકરીયા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિ માં મંડળીની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી

અમરેલી ખાતે ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટીની ૧૦ મી વાર્ષિક સાધારણ સભા મળી

મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા દ્વારા સતત ૧૦ મા વર્ષે ૧૫% ડિવિડન્ડ અને ભેટ અંગે જાહેરાત કરવામાં આવી

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા એટલે ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર ઓપરેટિવ સોસાયટી લિમિટેડ. આ સંસ્થાની ૧૦ મી વાર્ષિક સાધારણ સભા અમરેલી ખાતે યોજવામાં આવી હતી .જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે બચત એ સૌથી મોટો સાથી છે ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીમાં રનિંગ સેવિંગ થાપણ મહિલાઓએ એક વર્ષમાં દોઢ કરોડ જેવી માતબર રકમની બચત કરી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ દિલીપભાઈ સંઘાણીએ પણ મંચ પરથી સંસ્થાની કામગીરી માટે પ્રમુખ શ્રી ને શુભકામનાઓ પાઠવી હતી .અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા ધિરાણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ કાર્યરત છે, ગત વર્ષે સંસ્થાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનસીડીસી દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો .તેમજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહિલા સહકાર રત્ન એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.

સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા એ જણાવ્યું હતું કે આદરણીય શ્રી સહકારી આગેવાન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબના માર્ગદર્શન અને આશીર્વાદ સાથે મંડળી દિવસે દિવસે પ્રગતિના પંથે ચાલી રહી છે .આ સાધારણ સભામાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નારી શક્તિ વંદન વિધાયક દ્વારા મહિલાઓને 33% અનામતનો ખરડો પસાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

     દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા સહકારથી સમૃદ્ધિ સૂત્ર અને મંત્ર તરીકે અપનાવી સભાસદોના હિતમાં  પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે હેતુથી ચણા ઘઉં ધાણા જેવી ખેત પદાશોને મૂલ્યવર્ધિત કરી માર્કેટિંગ કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે આ તો કે જણાવતા ખુશી થાય છે કે સંસ્થા દ્વારા ગત વર્ષે ખરીદેલ ઘઉં ચણા અને તલમાં એક મળે રૂપિયા પાંચ તથા મગફળીમાં એક મળે રૂપિયા આઠ નો ભાવ વધારો ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે જેની કુલ રકમ ₹ 20,10,500 થવા જઈ રહી છે. મંડળીનું કુલ શેર ભંડોળ એક કરોડ બાસઠ લાખ છવ્વીસ હજાર નવસો છે .મંડળીમાં થાપણ રૂપિયા પાંચ કરોડ 72,74,166 સેવિંગમાં 150 43,965 માં દૈનિક બચત 6,30,700 કુલ મળીને રૂપિયા નવ કરોડ પિસ્તાલીસ લાખ ત્રેપન હજાર બાર થાય છે જે સભાસદોનો અતૂટ વિશ્વાસ બતાવે છે. મંડળી દ્વારા ૧૫ ટકા વ્યાજથી ધિરાણ કરવામાં આવે છે. જેની રિકવરી 99.99 ટકા થતાં ઝીરો એન.પી.એ જાળવી રાખેલ છે

મહિલા સંસ્થા દ્વારા ખાતર વેચાણ થતી હોય એવી એકમાત્ર સંસ્થા ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી છે જેમાં આ વર્ષે સવા કરોડનું ખાતર ખેડૂતોને સુવિધા પૂરી પાડવા માટે આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા ખાતર દવા બિયારણ સમગ્ર જિલ્લામાં એક બોરીએ ફક્ત રૂપિયા દસમાં હોમ ડિલિવરી આપવામાં આવે છ.

મહિલાઓમાં રહેલી કુશળતાને વેગ આપવા માટે સંસ્થા દ્વારા એન સી યુ આઈ ના સહયોગથી ન્કયુબેશન સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે દેશના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના આત્મનિર્ભર મહિલા અને સહકારથી સમૃદ્ધિ તરફ જવા માટે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ એનસી યુઆઇની આર્થિક મદદ થી મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે જેમાં 240 જેટલી મહિલાઓ તાલીમ લઈ ચૂકી છે આ સેન્ટરની વિશેષતા એ છે કે તાલીમ બાદ મહિલાઓને તુરંત કામ આપવામાં આવે છે જેનાથી મહિલાઓ આર્થિક સમૃદ્ધિ તરફ જઈ શકે.

આ તો કે સંસ્થાની સમગ્ર પ્રગતિ પાછળ સંસ્થાના ઉપપ્રમુખ ભારતીબેન પટેલ ડિરેક્ટર શ્રી અનસુયાબેન શેઠ ગીતાબેન પાનસુરીયા માધવીબેન યાગ્નિક નીતાબેન છત્રોલા કોકીલાબેન ગોંડલીયા રેખાબેન પરમાર કૃપાલીબેન સાવલિયા શ્રુતિબેન કોટડીયા સંસ્થાના મંત્રી સુરેશભાઈ છત્રોલા તેમજ તમામ સભાસદો ની અથાગ મહેનત છે. મંડળી દ્વારા વર્ષ 2022 23 નો નો નફો 65 લાખ 42 હજાર થતા અભિનંદનની વર્ષા

Follow Me:

Related Posts