જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી દ્વારા જિલ્લા પંચાયત નેતા વિપક્ષ તરીકે પ્રભાત ભાઇ કોઠીવાળ ,ઉપનેતા તરીકે ચંદુભાઈ વાગડીયા અને દંડક તરીકે ગૌતમભાઈ વસાવા ની વરણી
આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ના કોંગ્રેસ પક્ષ ના તમામ ચૂંટાયેલા સદસ્યો ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.આ મીટીંગ માં જિલ્લા પંચાયત કોંગ્રેસ સદસ્ય શ્રી પ્રભાત ભાઇ કોઠીવાળ, રાણેશ્રી બેન લાખનોત્રા,ઉપેન્દ્ર ભાઈ બોરીસાગર,જયરામભાઇ કાછડ,ગૌતમ ભાઈ વસાવા,ચંદુભાઈ વાગડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ મીટીંગ માં અમરેલી જિલ્લા પંચાયત ની નવી ટર્મ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નવા નેતા વિપક્ષ, ઉપ નેતા અને દંડક ની નિમણુક માટે ચર્ચા વિચારણા થયેલ હતી.
જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી ની ઉપસ્થિતિ માં જિલ્લા પંચાયત અમરેલી ના કોંગ્રેસ પક્ષ ના ચૂંટાયેલ તમામ સદસ્યો દ્વારા સર્વાનુમતે નેતા વિપક્ષ તરીકે જિલ્લા પંચાયત સદસ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના “હાથ સે હાથ જોડો” અભિયાન ના સહ કનવીનર અને લોક પ્રશ્ને સદાય લડાયક નેતા એવા શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ,ઉપનેતા તરીકે શ્રી ચંદુભાઈ વી.વાગડીયા (માઈકલ) અને દંડક તરીકે શ્રી ગૌતમભાઈ બી.વસાવા ની પસંદગી કરવામાં આવેલ છે.
કોંગ્રેસ પક્ષ ના તમામ જિલ્લા પંચાયત સદસ્યો એ જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી ને નવી ટર્મ માં તમામ સદસ્યો એ એકસૂત્રતા થી પ્રજા ના પ્રશ્નો જિલ્લા પંચાયત માં ઉઠાવી કામગીરી કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ મીટીંગ માં યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી દેવરાજ બાબરીયા તથા અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મોનીલ ગોંડલિયા તથા ઈરફાન ભાઈ બોઘાણી,કાર્યાલય મંત્રી જમાલ ભાઈ મોગલ ઉપસ્થિત રહ્યા હતા.
—
Recent Comments