સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ સંચાલિત શ્રી વાટલીયા પ્રજાપતિ વિદ્યાર્થી ગૃહમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી વાટલીયા પ્રજાપતિ વિદ્યાર્થી ગૃહમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા યોગ્ય માર્ગદર્શન આપવા હેતુથી શ્રી નંદલાલભાઈ કે પાંડવ પ્રમુખશ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક) ગત તારીખ ૨૮-૯-૨૦૨૩ ના રોજ પધારેલા સાથે સાથે શ્રી બાઈ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા માતાજીના તિથિ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પણ પધારેલા તેમની સાથે સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના પૂર્વ સહમંત્રી શ્રી લાભુભાઈ જે વરિયા પણ પધાર્યા હતા
આ બંને મહેમાનોએ તિથિ ઉત્સવના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લઈને સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વિશે વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું . તેમજ જ્ઞાતિના ઉત્કર્ષ માટે શિક્ષણ અને સંસ્કાર સાથે રાખીને પારિવારિક ભાવના નિર્માણ કરી સમાજ માટે હંમેશા એકતા જળવાઈ રહે તે માટેના સહુએ સાથે મળી સહારો પ્રયત્ન કરવા જોઈએ તેમજ જણાવ્યું હતું અને આ રીતે ભારત દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો નમ્ર પ્રયાસ કરવો જોઈએ એ પણ એક સારા નાગરિક બનવા માટે અત્યંત જરૂરી છે. એ બાબત પ્રત્યે સવિશેષ ભાર મૂકી આપણું જીવનની સાર્થકતા સાબિત કરવી જોઈએ.
સાથે સાથે તિથિ ઉત્સવમાં પધારેલા મહેમાનો અને કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને હંમેશા આવા પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો અને ધર્મના કામ થતા રહે તેવી હૃદયની શુભકામનાઓ પણ પાઠવી હતી. વિશેષમાં શ્રી હિંડોળા સાહેબે જણાવ્યું હતું કે શ્રી નંદલાલભાઈ રાજુલા તાલુકાના છાપરી ગામના રહીશ છે હાલ સુરતની અંદર વર્ષોથી જ્ઞાતિની સેવા કરે છે તેઓ આ અગાઉની ટર્મમાં પહેલા પણ પ્રમુખ તરીકે રહ્યા છે તેઓશ્રી હંમેશા સમાજના કામમાં સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે હંમેશા મદદગાર રહ્યા છે
સમાજના કોઈપણ માઠા કામમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા છે તેમની વિશાળ દ્રષ્ટિ એ છે કે સમાજમાં સાત્વિક અને ધાર્મિકવૃતિ ધરાવતાં લોકોને શોધી કાઢવાની તેમનામાં અદ્ભૂત તાકાત છે તેમજ કોઈપણ મુશ્કેલીના સમયમાં માણસને મદદ કરવી તેમ જ કોઈ રાજકીય કે અન્ય કોઈ કામમાં પણ તેઓ સમાજની નાનામાં નાની વ્યક્તિને મદદરૂપ થતાં રહે છે. વિશેષમાં એટલું કહી શકાય કે આજની તમામ સાંપ્રત સમસ્યાઓમાં તેઓ હંમેશાં ભાગીદાર રહ્યા છે અને વિષમ પરિસ્થિતિમાં કે કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિને મદદરૂપ થવું આ તેમના જીવનનો સિદ્ધાંત છે. એમ મનીષભાઈ બી. વિંઝુડાની યાદીમાં જણાવાયું હતું.
Recent Comments