UP-બિહાર સહીત દેશના ઘણા રાજ્યોમાં હળવા તથા આંશિક વરસાદનું એલર્ટ : હવામાન વિભાગ
દેશમાં ચોમાસું પાછું ખેંચાઈ રહ્યું છે. ઝડપી પરિવર્તનને કારણે આજે યુપી અને બિહારના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તેવી જ રીતે મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ વરસાદની અપેક્ષા છે. દેશમાંથી એક સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે અને નવરાત્રિ પહેલા ઠંડી દસ્તક આપી શકે છે. આ અંગે હવામાન વિભાગે પોતાની આગાહી જાહેર કરી છે.
સ્કાયમેટ વેધર અનુસાર, આગામી ૨૪ કલાકમાં ઘણા રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તેમજ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની સંભાવના કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.
આ રાજ્યોમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ, ગંગાનું પશ્ચિમ બંગાળ, ઓડિશાના ભાગો, તટીય કર્ણાટક અને કેરળ, કોંકણ અને ગોવા વગેરેનો સમાવેશ થાય છે.. અહેવાલ મુજબ મધ્ય મહારાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ ઉપરાંત બિહારના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, મરાઠવાડા અને તમિલનાડુમાં આંશિક વરસાદની શક્યતા છે. સંસ્થાના અહેવાલ મુજબ આગામી ૪૮ કલાકમાં ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી ચોમાસું પાછું ખેંચી શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ૨૪ કલાકમાં અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થયો છે. એ જ રીતે ગોવા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ ઉપરાંત વિદર્ભ, મરાઠવાડા વગેરે વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી અને મહત્તમ ૩૫ ડિગ્રી રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ સુધી અહીં વરસાદની કોઈ આશા નથી. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ, લખનૌમાં મહત્તમ ૩૪ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જાેકે લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આકાશ વાદળછાયું રહેશે.
Recent Comments