ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે નવતર અભિગમ હાથ ધરતા નારી ખાતે આવેલ ડમ્પ સાઇટ લેગેસી વેસ્ટનો નિકાલ કરી દસ હજારથી વધુ વૃક્ષો રોપવા અંગેની પહેલ હાથ ધરવામાં આવી છે
નારી ખાતે આવેલ ડમ્પ સાઇટમાં પાંચ લાખ ટન લેગેસી વેસ્ટ પડેલ હોઈ એ અંગે ત્રણ વર્ષની કામગીરી બાદ કરાવીને ૮૦૦ એમ.ટી.પી.ડી. કેપેસિટીની ત્રણ ટ્રોમેલ મારફતે અને ૬૦૦ એમ.ટી.પી.ડી. કેપેસિટીની બે ટ્રોમેલ મારફતે કુલ ૪.૮૦ લાખ ટન લેગેસી વેસ્ટનો નિકાલ કરીને મહત્તમ લેન્ડ રિક્લેમ્ડ કરેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે નારી ડમ્પ સાઇટ પર ભાવનગરની આસપાસ પાંચ કી.મી.ની અંદર આવેલ ૨૪ ગામોનો કચરો પણ ડમ્પ કરવામાં આવે છે આ ઉપરાંત ભાવનગરના વોર્ડ ૧ અને ૯ નો કચરો ટેમ્પલ બેલ વાન મારફત ‘ડોર ટુ ડોર’ કચરો ઉપાડવામાં આવે છે. ત્યાર બાદ કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે ચાવડી ગેટ ખાતે આવેલ સેન્ટર પર સેગ્રીગેશન કરીને કોમ્પેક્ટ કર્યા બાદ આ પ્રોસેસને અંતે નારી ખાતે આવેલ ડમ્પ સાઇટ પર મોકલવામાં આવે છે.
આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજેશભાઇ રાબડીયા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાઇ રહ્યું છે ત્યારે ભાવનગરમાં રોજ બરોજનો કોમર્શીયલ અને ઘરે ઘરેથી કચરો ૧૩૦ જેટલી ટેમ્પલ બેલ વાન મારફત ૨૫૦ ટન જેટલો કચરો એકત્ર કરવાની કામગીરી થઈ રહી છે. આશરે ૧૦૦ એકર જમીનમાં આશરે દસ હજાર થી વધુ વૃક્ષો ઉછેરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન. વી. ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ ડમ્પ સાઇટ પર પડેલ કચરાનું રેમેડીએશન કરવાની સૂચના અનુસાર નારી ખાતે આવેલ ડમ્પ સાઇટ પર પડેલ પાંચ લાખ ટન લેગેસી વેસ્ટને પ્રોસેસ કરીને ત્રણ વર્ષના સમયગાળામાં આ કામ કરવામાં આવ્યું છે જેમાં બાકી વધેલ લેગેસી વેસ્ટ પણ પ્રોસેસ કરવાની કામગીરી ચાલુ છે ભાવનગરના રહેવાસીઓ માટે જે સુખાકારી પગલું છે.
આમ, ભાવનગરમાં નારી ખાતે આવેલ લેગેસી વેસ્ટની કામગીરી બાદ ત્યાં દસ હજાર જેટલા વૃક્ષો ઉછેરવાની કામગીરી હાથ ધરાશે ત્યારે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા લેગેસી વેસ્ટનો કચરો પડેલો હોઈ એ જગ્યા ખાલી થયા બાદ ત્યાં હરીયાળું ભાવનગર બને એ માટે કચરા માટેના સ્થળને કંચન બનાવવા જેવો ઘાટ ઘડાશે.


















Recent Comments