ધારી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી જી.એન.દામાણી હાઇસ્કૂલના એનસીસી કેડેટ્સ ની આલ્ફા બટાલિયન ડ્રિલ દસ દિવસના કેમ્પ માટે જામકંડોરણા ખાતે શાળાના એનસીસી ઓફીસર શ્રી દિનેશભાઈ ચાવડાની આગેવાનીમાં 25 કેડેટ્સ સાથે સરસ કેમ્પ કર્યો.આ કેમ્પમાં રાયફલ શૂટિંગ,પરેડ અને વિવિધ ક્ષેત્રે કેમ્પમાં ટ્રેનિંગ મેળવી વિદ્યાર્થી અવસ્થાએ આર્મી ટ્રેનિંગ શીખી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી તાલીમ પ્રાપ્ત કરવાની તક મેળવી હતી.બે કેડેટ્સ ચેમ્પિયન બની આગળની ટ્રેનિંગ માટે પસંદગી પામ્યા.આ તકે હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી માનસિંહ બારડ તથા શ્રી જી.એન.દામાણી શાળા પરિવાર તેમજ શાળાના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભુપતભાઇ વાળાએ તમામ કેડેટ્સ તથા NCC ઓફીસરને અભિનંદન પાઠવ્યા.
દામાણી હાઇસ્કૂલના એનસીસી કેડેટ્સનો જામકંડોરણા ખાતે કેમ્પ યોજાયો

















Recent Comments