અમરેલી

અમરેલી ખાતે આવેલા  બાલભવનમાં રાષ્ટ્રપિતા ગાંધી બાપુના જન્મદિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. 

અમરેલી ખાતે આવેલ બાલભવનમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. (એવા ગાંધી ગુજરાતે ઉતર્યા રે)આજે બીજી ઓક્ટોબર ભારત માતાના બે મહાન સપૂતો પૂજ્ય મોહનલાલ ક.ગાંધી(રાષ્ટ્રપિતા)અને પૂજ્ય લાલબહાદુર શાસ્ત્રી(પૂર્વ વડાપ્રધાન)બન્નેના અવતરણ દિને બાલભવના વિશાલ ખંડમા જ્યાં બાપુના અસ્થિ સંચવાયેલા છે તેના કૂંભદર્શન કરી સૂતરમાળા અને પૂષ્પમાળાથી શ્રદ્ધાંજલી અર્પણ કરેલ જેમા ડો.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મોટભાઈ સંવટ, પટેલ વિદ્યાર્થી આશ્રમના મંત્રીશ્રી નારણભાઈ ડોબરિયા,બાલભવનના ડે.ડાયરેક્ટર દિનેશભાઈ,લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષી,લોકસાહિત્યકાર  નાનજીભાઈ હીરપરા(ચલાલા),અશોકભાઈ કાથરોટીયા(ચલાલા),ઈતેશભાઈ મહેતા(પ્રમુખ અમરેલી જિલ્લા વિશ્ર્વહિન્દુ પરિષદ) ,સમગ્ર બાલભવનનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી બન્ને મહાપુરુષોને શ્રદ્ધાંજલી પાઠવી.

Related Posts