સાવરકુંડલા શહેરમાં રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી મહાત્મા ગાંધી ધર્મશાળા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વિવિધ કાર્યક્રમો યોજાયા.
સાવરકુંડલા સ્થિત શ્રી મહાત્મા ગાંધી ધર્મશાળા ખાતે ડો. નલીન ધોળકિયા (પ્રમુખ) પ્રકાશભાઈ વડેરા (મંત્રી) તથા ટ્રસ્ટીઓ તથા કમિટી મેમ્બરના સભ્યોના નિમંત્રણથી શ્રી દીપકભાઈ લલ્લુભાઈ શેઠ (કેન્સર સ્પેશિયાલિસ્ટ) શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા શ્રી જયંતીભાઈ વાટલીયા (મેનેજીંગ ટ્રસ્ટી) નૂતન કેળવણી મંડળની આગેવાની નીચે સફાઈ અભિયાન, મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવાનો, તથા ગાંધીજીના ગીતોનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. આમ ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીના વિચારોને વાગોળવા અને તેના બતાવેલ માર્ગ પર ચાલવાના ઉદ્દેશ સાથે મહાત્મા ગાંધી ધર્મશાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત ઉપપ્રમુખ શ્રી પ્રતીકભાઈ નાકરાણી તેમજ સાવરકુંડલા નગરપાલિકા કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણને સંન્માનિત કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખ અનિવાર્ય સંજોગોને કારણે મેહૂલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહી શક્યા ન હતાં
આમ સફાઈ અભિયાન અંતર્ગત ઉપસ્થિત તમામ દ્રારા સફાઈ કરવામાં આવેલ આ તકે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હ્રદયના શુધ્ધ ભાવથી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ. અને છેલ્લે આ ધર્મશાળાના વિશાળ હોલમાં ખૂબ જ પવિત્ર વાતાવરણમાં ગાંધી ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ તો આ મહાત્મા ગાંધી ધર્મશાળા એટલે ગાંધીજીના આદર્શો પર ચાલતી સંસ્થા છે. સાવરકુંડલા શહેરમાં સ્વ. લલ્લુભાઈ શેઠ દ્વારા ગાંધી વિચારને વ્યાપકતા મળેલ હોય અહીં ગાંધી વિચારધારા અને મૂલ્યોનું જતન કરતી અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ વિદ્યમાન છે. અને જયંતીભાઈ વાટલીયા, હરેશભાઈ મહેતા, દિવ્યકાંતભાઇ સૂચક, ભરતભાઈ જોષી, ચંદ્રિકાબેન કામદાર, ગીતાબેન જોષી, મુકુંદભાઈ નાગ્રેચા, ગેડીયાભાઈ, અષ્ટકાન્તભાઇ સૂચક, એ. ડી. રૂપારેલ, જેવાં ગાંધી વિચારને વરેલા મહાનુભાવો આવી ગાંધી વિચારધારાને વરેલી સંસ્થાઓના વિકાસ અને ગાંધી વિચારનાં સંવર્ધન માટે હરદમ પ્રયાસ કરતાં જોવા મળે છે.
Recent Comments