fbpx
રાષ્ટ્રીય

બંગાળ-આસામ સહિત ૪ રાજ્યોમાં ૫.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના ૪ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે ૬.૧૫ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૫.૨ રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સિલીગુડી અને કૂચ બિહારમાં ભૂકંપ આવ્યો છે.

સોમવારે ગાંધી જયંતિની રજા હોવાથી લોકો સાંજના સમયે ઘરે હતા. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી સલામત સ્થળે દોડી આવ્યા હતા. જાે કે, પ્રારંભિક માહિતી અનુસાર, કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. બીજી તરફ દાર્જિલિંગની પહાડીઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાથી ઉત્તર બંગાળ રાજ્યનો સૌથી વધુ પ્રભાવિત ભાગ છે. આ પહેલા રવિવારે હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, હરિયાણામાં રવિવારે રાત્રે ૧૧.૨૬ કલાકે ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકથી ૭ કિમી પૂર્વ દક્ષિણ-પૂર્વમાં હતું.

Follow Me:

Related Posts