તા. ૨ જી ઓકટોબરના ગાંધી જયંતિ નિમિતે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ, અમરેલીના ૨૪ × ૭ ગ્રુપના સભ્યો સાથે અમરેલીના સીવીલ હોસ્પીટલના દર્દીઓને મળી તેના ખબર અંતર પૂછ્યા હતા.
છેલ્લા કેટલાંક સમયથી ડો. ભરતભાઈ કાનાબારે તેમના મિત્રો અને સહકાર્યકરો સાથે મળી ‘દર્દીના હમદર્દ’ નામે એક નવતર અભિયાન શરૂ કર્યુ છે. જેમાં ગ્રુપના મેમ્બરો દર અઠવાડીયે એક વાર સીવીલ હોસ્પીટલના દર્દીઓની મુલાકાત લે છે. શુભેચ્છાના પ્રતિકરૂપે દર્દીઓમાં ફુટસ, બિસ્કીટ જેવી વસ્તુઓનું વિતરણ કરવમાં આવે છે. ગ્રુપના મેમ્બરો દર્દીને મળી, જાણે તેમનાં અંગત સગા સબંધી હોય તેમ લાગણીથી તેમના ખબર અંતર પુછે છે અને તેમને કોઈપણ મુશ્કેલી હોય તો ગમે ત્યારે તેમનો સંપર્ક કરવાનું કરે છે. સંપર્ક જાળવી રાખવા મુલાકાત લેનાર સભ્યો પોતાના મોબાઈલ નંબર દર્દીના સગાંને આપે છે અને તેમના મોબાઈલ નંબરો પોતે નોંધી લે છે. બીજી મુલાકાત સપ્તાહ પછી લેવાય એ વચ્ચે સમયાંતરે દર્દીને કે તેમનાં સગાંને ફોન કરી તેમના ખબર અંતર પુછતાં રહે છે. આમ, મુલાકાત લેનાર ગ્રુપના મેમ્બરો અને દર્દીઓ વચ્ચે એક ભાવાત્મક સંબંધ પ્રસ્થાપિત થાય છે. દર્દીઓને હુંફ અને આશ્વાસન તો મળે જ છે પણ સાથે સાથે અમરેલીમાં તેમનાં કોઈ નજીકના સગાંઓ છે, જે તેમને ગમે તેવી મુશ્કેલીમાં મદદરૂપ થવા તત્પર છે તેવો અહેસાસ થાય છે.
માત્ર ફ્રુટ, બિસ્કીટ કે અન્ય કોઈ વસ્તુ આપીને છુટી જવાના બદલે, આ પ્રકારનો દર્દી સાથે સતત સંબંધ જાળવી રાખવાની પ્રક્રિયાને કારણે દર્દી અને સભ્યો વચ્ચે લાગણીના એક અદ્રસ્ય સેતુનું નિર્માણ થાય છે જે દર્દીને તેની માંદગી સામે લડવાનું નવું બળ આપે છે.
૨૪×૭ ના આ અભિયાન વિશેની જાણકારી મળતાં રૂપાલાજીએ પોતે અમરેલીમાં હોય ત્યારે આ અભિયાનમાં સામેલ થવાની ઈચ્છા વ્યકત કરેલ જેના અનુસંધાને આજે ૨ જી ઓકટોબરે રૂપાલાજી ગ્રુપના સભ્યો સાથે વિવિધ વોર્ડમાં ફર્યા હતા અને દર્દીઓને મળ્યા હતા. રૂપાલાજીએ આ પ્રયાસથી પ્રભાવિત થઈ કહયું કે, “તમારૂ આ અભિયાન તમને વ્યકિતગત જે પ્રતિષ્ઠા આપે તે, પણ સમગ્ર રાજયમાં આ અભિયાનથી અમરેલીની પ્રતિષ્ઠા ચોકકસપણે વધશે.’
આજની રૂપાલા સાહેબની મુલાકાતમાં, ડો. ભરત કાનાબારની સાથે ડો. એસ.આર. દવે સાહેબ, ચેતનભાઈ રાવળ, મધુભાઈ આજુગીયા, નયનભાઈ જોષી (બેદી), કિરણભાઈ નાંઢા, મિશ્રાજી (માસ્તર), ડી.જી. મહેતા (પેઈન્ટર), ટોમભાઈ અગ્રાવત, સરલાબેન દવે, સિકંદરખાન પઠાણ, ડો. ભરત કલકાણી, મન્સુરભાઈ ગઢીયા, બીપીનભાઈ ગાંધી, કમલેશભાઈ ગરાણીયા, હરેશભાઈ સાદરાણી, અનિલભાઈ ઠાકર, નીલેષ જોષી (લાલો), ભીખુભાઈ જોષી, આશાબેન દવે, ખુશ્બ કાનાબાર, રીંકલ સોળીયા, ડો. ભાનુભાઈ કીકાણી, જોગી પેઈન્ટર, ધર્મેન્દ્ર લલાડીયા, મયુરભાઈ ગજેરા, આકાશભાઈ અગ્રાવત, ભારતીબેન પંડયા, દિવ્યા ચાવડા, યોગેશભાઈ કોટેચા, વિપુલભાઈ બોસમીયા, ખીમચંદ, કૃતિ સોંદરવા, ભગીરથભાઈ સોઢા વિગેરે જોડાયા હતા.
Recent Comments