વલસાડની કોમર્સ કોલેજમાંTY.B.comર્ષ્ઠદ્બ નું પેપેર લીક થતા હોબાળોજિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ
વલસાડની કોમર્સ કોલેજમાં ્અ.મ્.ર્ષ્ઠદ્બ નું પેપેર લીક થતા હોબાળો થયો હતો. ૨૯ તારીખના રોજ લેવામાં આવેલું એકાઉન્ટનું પેપર લીક થતા વિધાર્થીઓમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં પેપર લિક ની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારી ભરતી ની સાથે હવે યુનિવર્સિટીમાં પણ પેપર લીક ની ઘટના સામે આવી રહી છે. વલસાડ ની શાહ એન.એચ કોમર્સ કોલેજમાં ૨૯ તારીખના રોજ લેવાયેલી ્અ.મ્.ર્ષ્ઠદ્બ પરીક્ષામાં એકાઉન્ટ નું પેપર લીક થતા વિધાર્થીઓએ આજ રોજ કોમર્સ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો હતો. કોલજના શિક્ષકો દ્રારા પેપર લીક કર્યા હોવાના આક્ષેપો વિધાર્થીઓ દ્રારા કરવામાં આવ્યા હતા ત્યારે વિધાર્થીઓ દ્રારા પેપર લીક માટે આચાર્ય ને રજૂઆત કરવામાં આવી હતી અને આચાર્ય દ્રારા યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી તો સાથે વિદ્યાર્થીઓ દ્રારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરી છે. મહત્વનું છે કે, પેપર લીક થવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમ્ય બનશે એવી ભીતિ વાલીઓને સતાવી રહી છે.
Recent Comments