fbpx
ગુજરાત

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મબદનામ કરવાની ધમકી મળતાં સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ તે સગીરા જાે આ અંગેની કોઈને વાત કરશે તો તેને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કરેલ હતો. જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈને ગયા હતા. જેમાં ભોગ બનેલ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું.

જેથી મૃતક સગીરાની દાદીની ફરિયાદ લઈને પોલીસે આરોપી રોશન જાદવજીભાઈ દેવીપુજકની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા તેની દાદીની સાથે રહેતી હતી, તેની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે મૃતક સગીરાનો ભાઈ જાેઈ ગયો હતો અને જતાં જતાં આરોપીએ સગીરાને બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી કરીને તેને અંતિમ પગલું ભર્યું હતું. જેથી કરીને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે તાત્કાલિક મૃતક સગીરાના દાદીની ફરિયાદ લઈને આરોપી રોશન જાદવજીભાઈ દેવીપુજક (૨૨)ની ધરપકડને તેને મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts