fbpx
ગુજરાત

વાડી ગામે રહેતી એક યુવતીને બદનામ કરવા ગામના જ એક યુવકે બીભત્સ વિડીયો વાયરલ કર્યોઉમરપાડા પોલીસ મથકે મામલો પહોંચતા આરોપીને દબોચી લેવાયો

સુરત જિલ્લામાં એક યુવતીને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયામાંથી બીભત્સ વિડિયો ડાઉનલોડ કરી યુવતીનો હોવાનું જણાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવકને પોલીસે દબોચી લીધો હતો અને તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે રહેતી એક યુવતીને બદનામ કરવા માટે ગામના જ એક યુવકે શેતાની દિમાગ દોડાવ્યું હતું.

વાડી ગામે રહેતો શેતાન નરેશ ઈશ્વરભાઈ વસાવાએ ગામની જ એક યુવતીને ટાર્ગેટ કરી હતી અને આ યુવતીને સમાજમાં અને ગામમાં બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાંથી એક બીભત્સ વિડિયો ડાઉનલોડ કર્યો હતો અને બાદમાં વોટ્‌સએપ સહિતની એપમાં આ બીભત્સ વિડિયો ગામની યુવતી હોવાનું જણાવી વાયરલ કર્યો હતો. જાેત જાેતામાં આ વીડિયો ફરિયાદી યુવતી અને તેઓના પરિવાર પાસે પહોંચી ગયો હતો. શેતાન યુવકે કરેલ હરકતને લઈને તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા અને તુરત ઉમરપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા. યુવતીએ કરેલ ફરિયાદ ઉમરપાડા પોલીસે ગંભીરતાથી લીધી હતી અને આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. ગણતરીના દિવસોમાં જ પોલીસે આ આરોપીને દબોચી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે યુવતીને બદનામ કરવા માટે કાવતરું ઘડનાર ઇસમ વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે હાલ જરૂરી બન્યું છે.

Follow Me:

Related Posts