fbpx
અમરેલી

એસ.વી.એસ કક્ષાએ વિજ્ઞાન મેળામાં સાવરકુંડલાની ઐતિહાસિક શાળાજે.વી મોદી હાઇસ્કૂલ પ્રથમ સ્થાને આવી.

  ખાંભા મુકામે એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જે અંતર્ગત ખાંભા અને સાવરકુંડલા તાલુકામાંથી કુલ ૪૦ જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. આ કૃતિઓમાંથી સાવરકુંડલા ની ઐતિહાસિક શાળા જે.વી. મોદી હાઈસ્કૂલની કૃતિ ‘રનીંગ ટ્રેન ટુ સાઉન્ડ બઝર’ કૃતિને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. આ કૃતિ ધોરણ ૧૦ ના વિદ્યાર્થી જાદવ રાજ અને ચિરાગ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. હાલના સમયમાં રેલવે ટ્રેક ઉપર ઘણાં વન્ય પ્રાણીઓ તેમજ મનુષ્ય અકસ્માતનો ભોગ બને છે

આ દ્રશ્ય જોઈ જાદવ રાજ અને ચિરાગ ને વિચાર આવ્યો કે, જો આપણે કોઈ એવું સંશોધન કરીએ કે રેલ્વે ટ્રેક પર ટ્રેન આવે તો તેના એક કિલોમીટર દૂર સાઉન્ડ આવે જેથી  કરીને કોઈ ટ્રેક ઉપર હોય તે પ્રાણી કે મનુષ્ય ત્યાંથી દૂર ખસી જાય અને કોઈ ગંભીર ઘટના બનતા અટકી શકે . આવા માનવીય હેતુથી તેમણે આ કૃતિ તૈયાર કરી. જેની નોંધ ખાંભા તાલુકાના રાજકીય મહાનુભાવો, સામાજિક કાર્યકરો, વરિષ્ઠ પત્રકારો અને ત્યાં આવેલા મહેમાનો એ પણ  લીધી હતી. આ કૃતિ તૈયાર કરવા માટે શાળાના યુવાન અને એક્ટીવ શિક્ષકો હરેશભાઈ ગુજરાતી અને નીતિનભાઈ સાવજ એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ કૃતિને પ્રથમ નંબર મેળવવા બદલ શાળાના ટ્રસ્ટીઓ તેમજ શાળાના આચાર્ય  આશિષભાઈ જોશીએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts