આજરોજ શ્રી બ્રાંચ શાળા નંબર બે કન્યા શાળામાં “વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી” ૨ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ દરમ્યાન વન્ય પ્રાણીઓના રક્ષણ અને સવંધન માટે બાળકોમાં જાગૃતિ કેળવાય તે માટે દર વર્ષે તેઓ શ્રી બ્રાંચ શાળા નંબર બે કન્યાશાળામાં વિવિધ કાર્યક્રમ યોજે છે તેવી રીતે આ વર્ષે પણવન્ય જીવોના રક્ષણ અને તે ના હોય તો કેવી રીતે જૈવિક પોષણ કડી તૂટતાં પર્યાવરણમાં ખલેલ પહોંચાડે છે તેનાં વિશે શ્રી રેવંતીબેન મેડમે સરસ મજાની વાત કરી હતી . અને તેને અનુસંધાને ચિત્ર સ્પર્ધા, રંગ પૂર્ણસ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા યજવામાં આવી હતી. ભાગ લીધેલ દરેક દિકરીને પેન અને પ્રથમ, બીજા, અને ત્રીજા ક્રમે આવ્યા હતા તેમને શૈક્ષણીક કીટ આપવામાં આવી હતી સંચાલન આચાર્ય શ્રી ભારતીબેન અને રેખાબેન દ્વારા કરવામાં આવેલ.
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બેમાં વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સામાજીક વનીકરણ રેન્જ સાવરકુંડલા સાહેબ શ્રી રેવંતીબેન ટી. લાધવા અને વન રક્ષણ સેંજળ ઓફિસર શ્રી આઈ. એસ. સુમરા સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.


















Recent Comments