fbpx
ગુજરાત

ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સિંહ દર્શન કરાવતા વનકર્મીને ફરજ પરથી દૂર કરાયા

અમરેલી વનવિભાગના કર્મચારીને ગેરકાયદે સિંહ દર્શન કરાવવુ ભારે પડ્યુ છે. વનવિભાગના કર્મચારીએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી સિંહ દર્શન કરાવતા વનવિભાગ હરકતમાં આવ્યુ છે. વનવિભાગના ધનજી ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે. જાફરાબાદ રેન્જના બાબરકોટ માઈન્સ વિસ્તારમાં સિંહ દેખાતા ઈન્સ્ટાગ્રામ લાઈવ કરી સિંહ દર્શન કરાવ્યા હતા.

રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન વનવિભાગના ધનજી ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી સિહ દેખાડતા કાર્યવાહી કરવામાં આવી છે. લાઈવ કરનાર વનવિભાગના ધનજી ચૌહાણને ફરજ પરથી દૂર કરાયા છે. જ્યારે અનેય વનમિત્ર સામે કોઈ કાર્યવાહી ન થતા વનવિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્‌યા છે.

Follow Me:

Related Posts