ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનો IB દ્વારા સર્વે કરવામાં આવ્યો
ગુજરાતના રાજકારણને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્યોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હીથી જ ગુજરાતમાં ભાજપના સ્ન્છ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સર્વે ૈંમ્ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે ૩ કેટેગરીમાં ચાલી રહ્યો હોવાની માહિતી છે. મહત્વનું એટલા માટે કે ૈંમ્ દ્વારા સર્વે ત્રણ કેટેગરીમાં કરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં ભાજપે જીતેલી ૧૫૬ વિધાનસભા બેઠક પૈકી ૧૬થી વધુ બેઠક એવી છે કે જે ભાજપે પ્રથમ વખત જીતી છે. આ બેઠકો પહેલા કોંગ્રેસના ફાળે હતી.
જાે કે ભાજપના ફાળે આ બેઠકો પ્રથમ વખત આવી છે. ત્યારે આ બેઠકોમાં ધારાસભ્યોએ કરેલી કામગીરી જાણવામાં આવશે. આમ તો રાજકારણમાં સર્વેની વાત સામાન્ય હોય છે. ચૂંટણી પહેલા ભાજપ સર્વે કરાવતુ રહેતું હોય છે અને ૈંમ્ દ્વારા પણ સર્વે થતો હોય છે. જાે કે આ વખતે ભાજપ દ્વારા એક તરફ વિપક્ષની ડિપોઝીટ પણ ડુલ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે જમીની હકીકત શું છે તે જાણવી ભાજપ માટે પણ જરુરી છે. ત્યારે જમીની હકીકત જાણવા આ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ વિધાનસભા ચૂંટણીમાં જે પર્ફોમન્સ નબળુ રહ્યુ હતું, તેને મજબૂત કરવા પ્રયાસ કરવામાં આવશે. વિકાસ કામો પણ કરવામાં આવશે.બીજી તરફ વાયબ્રન્ટ સમિટ બાદ શક્યતા છે કે મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સમાવવામાં આવી શકે છે. મંત્રી મંડળનું વિસ્તરણ કરવાની શકયતા પણ રહેલી છે.
Recent Comments