સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ સાવરકુંડલા ના અગ્રણીઓ દ્વારા પ્રતાપભાઈ ખુમાણ નું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું…
અમરેલી જિલ્લા કક્ષાએ બ્યુરો ચીફ તરીકે નિમણુંક બદલ, પોતાનાં બચપણનાં પરમ સ્નેહી, જીગરજાન દોસ્તને મુબારકબાદી આપતાં યુવા અને પીઢ મુસ્લીમ બિરાદરો.સાવરકુંડલાની કોઇપણ કોમ, જ્ઞાતિ, ધર્મનાં અતિ સાધારણ પરિવારો માટે, કોઈ સ્વાર્થ વગર, અર્ધી રાત્રે પણ કોઈની શેહ શરમ રાખ્યા વગર દોડતા, પ્રતાપભાઈ ખુમાણ ( બાપૂ સર ) ને અમરેલીથી પ્રસિદ્ધ થતું ” અમરેલી એકસપ્રેસ “, અમદાવાદ થી પ્રસિદ્ધ થતું અખબાર,” લોક પત્રિકા ” દ્વારા અમરેલી જિલ્લા પ્રતિનિધી તરીકે નિમણુંક અપાતાં, સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજનાં અગ્રણીઓ ઈરફાન કુરેશી , સુન્ની મુસ્લિમ જમાત પૂર્વ પ્રમુખ • અલીભાઈ જાખરા સંધિ જમાત પૂર્વ પ્રમુખ • ઉસ્માનભાઈ પઠાણ નાગરિક બેન્કનાં ડિરેક્ટર • ઉસ્માનભાઈ મિલન ટ્રાન્સપોર્ટ • ઈકબાલ ગોરી સાવરકુંડલા પ્રમુખ પ્રેસ ક્લબ • દિલીપ જીરૂકા (વી.ટી.વી.ન્યૂઝ ચેનલ બ્યુરો અમરેલી)• સોહિલ શેખ, અબ તક ન્યૂઝ પેપર પત્રકાર • રાજેભાઈ ચૌહાણ, કાઉન્સિલર નગરપાલિકા સા. કુંડલા • યુસુફભાઈ કુરેશી, આસી.સબ. ઇન્સ્પેકટર • જુબેરભાઈ ચૌહાણ, એડવોકેટ • રફીકભાઈ મોમીન, મુસ્લીમ અગ્રણી • રફીકભાઈ કુરેશી, મુસ્લીમ અગ્રણી • ઇબ્રાહિમભાઈ ચૌહાણ મુસ્લીમ અગ્રણીઓ એ શાલ ઓઢાડી, ફૂલો અને સુગંધિત અત્તર થી ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવી હતી. પ્રતાપભાઈ ખુમાણ (બાપૂ સર) ઇન્સાનિયતનાં નાતે વધુ ને વધુ તરક્કી કરે તેવી અલ્લાહતાલા પરવરદિગારની પાસે દુઆ માંગી હતી.
Recent Comments