ગુજરાત

તાલાળામાં વાડલા સેવા સહકારી મંડળીમાં ૬ કરોડનું કૌભાંડ સામે આવ્યું

ગીર સોમનાથના તાલાલામાં આવેલી વાડલા સેવા સહકારી મંડળીમાં ૬ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. સહકારી મંડળીના સંચાલકોએ જ આ કૌભાંડ આચર્યું છે. જેમાં મંડળીના પ્રમુખ ભીખા અજુડિયા, મડળીના મંત્રી પ્રફુલ અજુડિયા અને ત્નડ્ઢઝ્ર બેંકના મેનેજર મેરામણ બામરોટિયા સામેલ છે. ત્રણેય સંચાલકોએ મંડળીના અનેક સભાસદોની જાણ બહાર રેકોર્ડમાં છેડછાડ કરી. અને ૬ કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી લીધી. વાડલા સેવા સહકારી મંડળીના જ સંચાલકોએ તેમના સભાસદો સાથે વિશ્વાસઘાત કર્યો. કૌભાંડની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણેય આરોપીને ઝડપીને ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts