લોકભારતી સણોસરા ખાતે ‘દર્શક’ લિખિત ‘દીપનિર્વાણ’ રસાસ્વાદ કરાવશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર આગામી રવિવારે ‘ઓપિનિયન’ પુરસ્કૃત દર્શક વ્યાખ્યાનમાળાઈશ્વરિયા મંગળવાર તા.૧૦-૧૦-૨૦૨૩લોકભારતી સણોસરા ખાતે આગામી રવિવારે ‘ઓપિનિયન’ પુરસ્કૃત દર્શક વ્યાખ્યાનમાળા યોજાશે. અહી શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત ‘દીપનિર્વાણ’ રસાસ્વાદ સાહિત્ય સર્જક શ્રી મહેન્દ્રસિંહ પરમાર કરાવશે.
સામયિક ‘ઓપિનિયન’ (યુ. કે.) દ્વારા પુરસ્કૃત શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી રવિવાર તા.૧૫ સવારે વ્યાખ્યાન યોજાશે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે દર્શક વ્યાખ્યાનમાળાનું સાતમું વ્યાખ્યાન મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ અને સાહિત્યસર્જક શ્રી મહેન્દ્રસિંહ પરમાર આપશે, તેઓ ‘દર્શક’ લિખિત ‘દીપનિર્વાણ’ રસાસ્વાદ કરાવશે.


















Recent Comments